અશ્વિનને સન્માન આપવા કોહલીએ આ રીતે કરી ઉજવણી, જૂઓ આ વાયરલ વીડિયો
- ભારતે ટેસ્ટ સિરીઝમાં બાંગ્લાદેશને 280 રનેથી હરાવ્યું
ચેન્નઈ, 23 સપ્ટેમ્બર: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ ટીમ ઈન્ડિયાએ જીતી લીધી છે. ભારતીય ટીમે આ મેચ 280 રને જીતી લીધી છે. ટીમ ઈન્ડિયાની જીતમાં સ્ટાર ખેલાડી આર. અશ્વિનની ભૂમિકા ઘણી મહત્ત્વની રહી છે. અશ્વિને આ મેચની પ્રથમ ઇનિંગ દરમિયાન શાનદાર સદી ફટકારી હતી. આ પછી તેણે છ વિકેટ પણ લીધી. છ વિકેટ લીધા બાદ તે ખૂબ જ ખુશ દેખાઈ રહ્યો હતો.
જૂઓ વીડિયો
Kohli bows down to Ashwin pic.twitter.com/zfTpcQMjVx
— The Game Changer (@TheGame_26) September 22, 2024
વિરાટ કોહલીની ખાસ સ્ટાઈલ
અશ્વિને બાંગ્લાદેશ સામે છ વિકેટ ઝડપવાની આ વિશેષ સિદ્ધિ મેળવી હતી અને જ્યારે ટીમના ખેલાડીઓ મેહદી હસન મિરાજના આઉટ થયાની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે વિરાટે અશ્વિનને અભિનંદન આપવા માથું નમાવ્યું હતું. વિરાટ કોહલીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં વિરાટ કોહલી અશ્વિનને નમન કરી રહ્યો છે. આ બધાની વચ્ચે ટીમ ઈન્ડિયાના પસંદગીકારોએ કાનપુરમાં રમાનારી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની પણ જાહેરાત કરી દીધી છે. આ ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ભારતીય ટીમે તેની પ્રથમ ટેસ્ટ મેચ રમતના ચોથા દિવસે જીતી લીધી હતી. આ દરમિયાન રવિચંદ્રન અશ્વિને 113 રનની ઇનિંગ પણ રમી હતી. તેના ઓલરાઉન્ડ પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચ પણ જાહેર કરવામાં આવ્યો હતો. દરમિયાન એવી માહિતી પણ આવ્યા હતી કે બીજી ટેસ્ટ મેચ દરમિયાન ખેલાડીઓના વર્કલોડ મેનેજમેન્ટને જોતા કેટલાક સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવી શકે છે. જેમાં પહેલું નામ જસપ્રિત બુમરાહનું હતું. બીજી ટેસ્ટ મેચ 27 સપ્ટેમ્બરથી કાનપુરમાં રમાશે. ભારતીય ટીમ આ સિરીઝની છેલ્લી મેચ પણ જીતવા ઈચ્છશે. જેથી તેઓ આ સિરીઝમાં બાંગ્લાદેશને ક્લીન સ્વીપ કરી શકે.
બીજી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કે.એલ.રાહુલ, સરફરાઝ ખાન, ઋષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), આર અશ્વિન, આર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ , જસપ્રિત બુમરાહ, યશ દયાલ.
આ પણ જૂઓ: ભારતીય ટીમે બનાવ્યો રેકોર્ડ, ટેસ્ટ ક્રિકેટના 92 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર આવું બન્યું