ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

PM મોદીએ અમેરિકામાં ભારતના વિકાસની કરી વાત, જાણો શું કહ્યું

  • હવે અમારૂ નમસ્તે પણ ગ્લોબલ (વૈશ્વિક) બની ગયું છે, જે હવે લોકલથી ગ્લોબલ થયું છે: PM મોદી

ન્યૂયોર્ક, 23 સપ્ટેમ્બર: પીએમ મોદી આ દિવસોમાં અમેરિકાના પ્રવાસે છે. જ્યાં રવિવારે તેમણે ન્યૂયોર્કના નાસાઉ કોલિઝિયમમાં પ્રવાસી ભારતીયો (NRI)ને સંબોધિત કર્યા હતા. લોંગ આઈલેન્ડના કોલિઝિયમમાં NRIને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ ભારતના વિકાસ વિશે માહિતી આપી હતી. પીએમ મોદીએ તેમના સંબોધનની શરૂઆત “નમસ્તે યુએસ!” કહીને કરી હતી. તેમણે કહ્યું કે, ‘હવે અમારૂ નમસ્તે પણ ગ્લોબલ (વૈશ્વિક) બની ગયું છે, આ હવે લોકલથી ગ્લોબલ થઈ ગયું છે અને આ બધું તમે કર્યું છે. હું હંમેશા તમારી ક્ષમતા, ભારતીય ડાયસ્પોરાની ક્ષમતાને સમજ્યો છું. જ્યારે હું કોઈ સરકારી હોદ્દો ધરાવતો ન હતો ત્યારે પણ હું તેને સમજતો હતો અને આજે પણ સમજું છું. મારા માટે તમે બધા ભારતના શક્તિશાળી બ્રાન્ડ એમ્બેસેડર રહ્યા છો. તેથી જ હું તમને ‘રાષ્ટ્રદૂત’ કહું છું.”

 

ભારતનું 5G માર્કેટ અમેરિકા કરતા મોટું

ભારતમાં વિકાસ વિશે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે, “ભારત આજે તકોની ભૂમિ છે, હવે ભારત તકોની રાહ જોતું નથી. હવે ભારત તકોનું સર્જન કરે છે.” તેમણે આગળ કહ્યું કે, “ભારત આજ જેટલું જોડાયેલું ક્યારેય નહોતું. આજે ભારતનું 5G માર્કેટ… જો હું તમને કહું તો તમને ખરાબ તો નહીં લાગે, ખરું ને?… આજે ભારતનું 5G માર્કેટ અમેરિકા કરતાં મોટું થઈ ગયું છે અને આ બધું બે વર્ષમાં થયું છે હવે ભારત મેડ-ઇન-ઈન્ડિયા 6જી પર કામ કરી રહ્યું છે.

અહિંયા પોકેટમાં વોલેટ, ભારતમાં ડિજિટલ વોલેટ

ભારત દ્વારા કરવામાં આવેલી ડિજિટલ પ્રગતિનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ ભારતીય અમેરિકનોને કહ્યું કે, અહીં તમારા ખિસ્સામાં વોલેટ હોઈ શકે છે, પરંતુ ભારતમાં લોકો પાસે ‘ડિજિટલ વોલેટ્સ’ છે. ભારત પોતાનું વૈશ્વિક વર્ચસ્વ ઈચ્છતું નથી. ભારત આગ જેવું નથી. આપણે સૂર્ય જેવા છીએ જે પ્રકાશ આપે છે.” તે જ સમયે, વડા પ્રધાને કાર્બન ઉત્સર્જન માટે પશ્ચિમની ટીકા કરી હતી અને કહ્યું હતું કે, વિશ્વમાં વિનાશના કારણમાં ભારતની કોઈ ભૂમિકા નથી. વિશ્વની 17 ટકા વસ્તી ભારતમાં રહે છે અને તેનું કાર્બન ઉત્સર્જન ચાર ટકાથી ઓછું છે.

આ પણ જૂઓ: VIDEO: જો બાઈડને ફરીથી એકવાર સ્ટેજ પર ગુમાવી યાદશક્તિ? PM મોદીનો પરિચય આપવાનું જ ભૂલી ગયા

Back to top button