ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કર્ણાટક હાઈકોર્ટના જજે પોતાની પાકિસ્તાનવાળી ટિપ્પણી પર પછતાવો વ્યક્ત કર્યો, જાણો શું કહ્યું

Text To Speech
  • આ અજાણતા થયું, મારો હેતુ સમાજના કોઈપણ વ્યક્તિ કે વર્ગની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નહોતો: જજ

બેંગલુરુ, 22 સપ્ટેમ્બર: કર્ણાટક હાઈકોર્ટના જજ વી શ્રીશાનંદે પોતાના તાજેતરના નિવેદનો પર પછતાવો વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું છે કે, આ અજાણતા થયું છે. તેનો હેતુ સમાજના કોઈપણ વ્યક્તિ કે વર્ગની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નહોતો. તેમણે બેંગલુરુ એડવોકેટ્સ એસોસિએશનના સભ્યોની હાજરીમાં કોર્ટમાં આ સ્પષ્ટતા આપી હતી.

શું હતું વિવાદાસ્પદ નિવેદન?

જસ્ટિસ શ્રીશાનંદે એમ પણ કહ્યું કે, જો તેમની ટિપ્પણીથી કોઈને દુઃખ થયું હોય તો તેમને ખૂબ જ પછતાવો છે. હકીકતમાં જસ્ટિસ શ્રીશાનંદે 28 ઓગસ્ટે રોડ સેફ્ટી પર ચર્ચા બાદ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. તેમણે બેંગલુરુના એક વિસ્તારને પાકિસ્તાન ગણાવ્યો હતો. જ્યારે અન્ય એક ટિપ્પણી મહિલા વકીલ માટે પણ કરી હતી. સોશિયલ મીડિયા પર આ બંનેની ટિપ્પણીની ભારે ટીકા થઈ હતી.

BAA પ્રમુખે શું કહ્યું?

બેંગલુરુ એડવોકેટ્સ એસોસિએશનના પ્રમુખ વિવેક સુબ્બા રેડ્ડીએ કહ્યું કે, મહિલા વકીલ માટે પોતાની ટિપ્પણી બદલ ન્યાયાધીશે સ્પષ્ટ કર્યું કે તે ટિપ્પણી ક્લાયન્ટના જ્ઞાન માટે હતી અને વકીલ માટે યોગ્ય ન હતી. તેમણે કહ્યું કે, “તેમાં કોઈ શંકા નથી કે તેઓ એક સારા ન્યાયાધીશ છે, પરંતુ તેમણે એવા નિવેદનો ન કરવા જોઈએ જે કેસ માટે જરૂરી ન હોય. તેઓ ભવિષ્યમાં આવી કોઈ ટિપ્પણી નહીં કરે.”

સુપ્રીમ કોર્ટે સંજ્ઞાન લીધું

મહત્ત્વપૂર્ણ છે કે, 20 સપ્ટેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે જસ્ટિસ શ્રીશાનંદની વિવાદાસ્પદ ટિપ્પણીઓવાળી વીડિયો ક્લિપ પર સુઓ મોટુ સંજ્ઞાન લીધું હતું. ભારતના ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રહુડ, જસ્ટિસ સંજીવ ખન્ના, બી.આર. ગવઈ, સૂર્યકાંત અને હૃષિકેશ રોયની બનેલી પાંચ જજોની બેંચે કર્ણાટક હાઈકોર્ટ પાસેથી રિપોર્ટ માંગતો આદેશ આપ્યો હતો. આ કેસની આગામી સુનાવણી 25 સપ્ટેમ્બરે થશે.

આ પણ જૂઓ: SCના આકરાં વલણ બાદ 8 હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસની નિમણૂક કરતી કેન્દ્ર સરકાર

Back to top button