AAP નેતા આતિશીએ CM તરીકે લીધા શપથ, દિલ્હીના સૌથી યુવા મુખ્યમંત્રી બન્યા
નવી દિલ્હી, 21 સપ્ટેમ્બર : અરવિંદ કેજરીવાલ બાદ દિલ્હીમાં આતિશીનું શાસન શરૂ થયું છે. આતિશીએ દિલ્હીના સીએમ તરીકે શપથ લીધા છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ આજે રાજ નિવાસ ખાતે તેમને સીએમ પદ માટે ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. આતિશીને અરવિંદ કેજરીવાલના સૌથી નજીકના નેતા માનવામાં આવે છે, જેમને ચૂંટણી પહેલા કેજરીવાલે વિશ્વાસપૂર્વક તેમની સીએમની ખુરશી આપી દીધી હતી. આતિશીની કેબિનેટમાં 5 મંત્રીઓનો સમાવેશ થાય છે, જેમણે આતિશીની સાથે મંત્રી તરીકે શપથ લીધા છે. આતિશીની સાથે સૌરભ ભારદ્વાજ, ગોપાલ રાય, કૈલાશ ગેહલોત, ઈમરાન હુસૈન અને મુકેશ અહલાવતે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા.
आतिशी जी ने ली मुख्यमंत्री पद की शपथ🔥
अब @AtishiAAP जी दिल्ली में केजरीवाल जी की काम की राजनीति को बढ़ाएंगी आगे💯 pic.twitter.com/3MTOv6xgmH
— AAP (@AamAadmiParty) September 21, 2024
આ પહેલા ભાજપ તરફથી સુષ્મા સ્વરાજ અને કોંગ્રેસ તરફથી શીલા દીક્ષિત દિલ્હીમાં સત્તા સંભાળી ચૂક્યા છે. આતિશીને મનીષ સિસોદિયાની નજીક માનવામાં આવે છે. સિસોદિયાની ધરપકડ બાદ તેમને ગયા વર્ષે 9 માર્ચ 2023ના રોજ પ્રથમ વખત મંત્રી બનાવવામાં આવ્યા હતા.
#WATCH | AAP leader Atishi to take oath as Delhi CM, shortly. Five ministers are to be sworn in along with her today pic.twitter.com/rCBeyY0mr5
— ANI (@ANI) September 21, 2024
આતિશી પૂર્વ સીએમ કેજરીવાલને મળ્યા હતા
શપથ લેતા પહેલા, આતિશી અને તેમની કેબિનેટમાં સામેલ નેતાઓએ અહીં આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી. શપથ ગ્રહણ પહેલા આતિશી, AAP નેતા ગોપાલ રાય અને કૈલાશ ગેહલોત સિવિલ લાઇન્સમાં કેજરીવાલના નિવાસસ્થાને પહોંચ્યા હતા.
કેજરીવાલે સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું
આ અઠવાડિયાની શરૂઆતમાં, આતિશીને AAPના ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. અગાઉ, કેજરીવાલે મુખ્ય પ્રધાન પદ પરથી રાજીનામું આપવાની અણધારી જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે જો લોકો તેમને ‘ઈમાનદારીનું પ્રમાણપત્ર’ આપશે તો જ તેઓ મુખ્ય પ્રધાન પદ પર પાછા ફરશે.
આ પણ વાંચો : પોતાનો જ પરસેવો અને પેશાબ પીવો પડેછે, ISSમાં સુનિતા વિલિયમ્સની આવી છે દિનચર્યા