ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

જૂઓ વીડિયોઃ બિહારમાં ક્યાં મચી માછલીઓની લૂંટ?

Text To Speech
  • બિહારના સહરસામાં CMના કાર્યક્રમમાં ફિશરીઝ વિભાગ દ્વારા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું

સહરસા, 21 સપ્ટેમ્બર: બિહારના સહરસામાં શુક્રવારે એક આશ્ચર્યજનક ઘટના બહાર આવી છે. મુખ્યમંત્રી નીતીશ કુમાર નીકળતાની સાથે જ કાર્યક્રમમાં માછલીઓની લૂંટ થવા લાગી હતી. હકીકતમાં, CMના કાર્યક્રમમાં ફિશરીઝ વિભાગ દ્વારા એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાયોફ્લોક લગાવવામાં આવ્યું હતું અને તેમાં પાણી ભરવામાં આવ્યું હતું. CM નીતિશ કુમારે તેમાં માછલીઓ પણ નાખી હતી, પરંતુ મુખ્યમંત્રી કાર્યક્રમમાંથી બહાર નીકળતાની સાથે જ લોકો આ માછલીઓ પર ત્રાટકી પડ્યા હતા. માછલીઓને લૂંટવા માટે, લોકોએ બાયોફ્લોકને જ તોડી નાખ્યું. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

જૂઓ વીડિયો

 

સરકારી અધિકારીઓ પણ ભીડને રોકવામાં અસમર્થ

વાયરલ વીડિયોમાં ભીડ બાયોફ્લોકને ખેંચતી જોવા મળી રહી છે. તે જ સમયે, બાળકો અંદર કૂદી રહ્યા છે. લોકો માછલીઓ લૂંટી રહ્યા છે. અહેવાલો અનુસાર, લોકો દ્વારા કરવામાં આવતી લૂંટને કારણે મત્સ્ય વિભાગને હજારોનું નુકસાન થયું છે. લોકો માછલીઓ લૂંટી રહ્યા હતા ત્યારે સરકારી અધિકારીઓ પણ ત્યાં હાજર હતા. પરંતુ તેઓ પણ તેમને રોકવામાં નિષ્ફળ રહ્યા હતા.

મુખ્યમંત્રી નીતિશ કુમાર શુક્રવારે સહરસાના પ્રવાસે હતા. આ દરમિયાન તેમણે કરોડોના ખર્ચના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો અને ઉદ્ઘાટન કર્યું. મુખ્યમંત્રીએ કોસી નદી પર બનેલા ડેંગરા ઘાટ ખાતે પુલનો શિલાન્યાસ કર્યો અને કલેક્ટર કચેરી ખાતે આવેલા ઓડિટોરિયમ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું. મહિષી બ્લોકમાં પૂર નિયંત્રણ માટે જિલ્લા ઇમરજન્સી સુવિધા કમ તાલીમ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સહરસા નવાબજારથી NH 327 E વાયા નારિયાર રોડના કામનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

Back to top button