ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

આ સુંદરીનું લેબનોનના પેજર બ્લાસ્ટમાં શું છે કનેક્શન? કેમ તેને મળી ધમકીઓ?

  • લેબનોનમાં પેજર બ્લાસ્ટની ઘટના સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય, ઘટના સાથે વિશ્વના ઘણા દેશો જોડાયેલા હોવાની માહિતી

HD ન્યૂઝ ડેસ્ક, 21 સપ્ટેમ્બર: લેબનોનમાં પેજર બ્લાસ્ટની ઘટના સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય છે. આ ઘટના સાથે વિશ્વના ઘણા દેશો જોડાયેલા હોવાની માહિતી મળી રહી છે. હવે આ ઘટનાના કેન્દ્રમાં 49 વર્ષની વિદેશી મહિલા પણ જોવા મળી રહી છે. આ મહિલા ઈટાલી અને હંગેરીની છે. આ મહિલાનું નામ ક્રિસ્ટિયાના બાર્સોની છે. તે બુડાપેસ્ટમાં BAC કન્સલ્ટિંગમાં CEO છે. ક્રિસ્ટીયાનાની કંપની તાઈવાનની ફર્મ ગોલ્ડ એપોલો સાથે લિંક ધરાવે છે, જેનું નામ લેબનોનમાં બોંબ બ્લાસ્ટમાં વપરાતા પેજર્સ પર હતું.

માતાએ કરી સ્પષ્ટતા

હવે છેલ્લા કેટલાક દિવસોથી ક્રિસ્ટીયાનાને ગુમનામ ધમકીઓ મળી રહી છે. આ પછી હંગેરિયન સિક્રેટ સર્વિસ એજન્સીઓએ તેને મીડિયા સાથે વાત કરવાની મનાઈ કરી દીધી છે. ક્રિસ્ટીનાની માતાએ મીડિયાને આ માહિતી આપી છે. તેની માતાએ કહ્યું છે કે, “પેજર બ્લાસ્ટ સાથે તેની પુત્રીને કોઈ લેવાદેવા નથી. આ પેજર્સ બુડાપેસ્ટમાંથી પસાર થતા નથી, ન તો તે હંગેરીમાં બનેલા છે.” હંગેરિયન સરકારે પણ આ અઠવાડિયાની શરૂઆતમાં સમાન દાવો કર્યો હતો.

ક્રિસ્ટીનાયાનો જન્મ સિસિલીમાં થયો હતો. તેણી કેટાનિયામાં ઉછરી હતી, જ્યાં તેના પિતા કામ કરતા હતા અને તેની માતા ગૃહિણી હતી. તેણીએ નજીકની શાળામાંથી અભ્યાસ કર્યો હતો અને તે દિવસોમાં તે શાંત છોકરી હતી. જો કે, ક્રિસ્ટીયાનાની શૈક્ષણિક સિદ્ધિઓ ખૂબ પ્રભાવશાળી છે. 2000ની શરૂઆતમાં, તેણીએ યુનિવર્સિટી કોલેજ લંડનમાંથી પાર્ટિકલ ફિઝિક્સમાં પીએચડી પૂર્ણ કર્યું. જો કે તેણે વૈજ્ઞાનિક કારકિર્દી બનાવી ન હતી. USLમાં તેના એક પ્રોફેસર અકોસ ટોરોકના જણાવ્યા અનુસાર, ત્યારથી તેણે કોઈ વૈજ્ઞાનિક કાર્ય કર્યું નથી.

કોણ છે આ મહિલા? શું કરે છે?

બાર્સોની-આર્કિડિયાકોનોનું અંગત જીવન પણ ખૂબ જ રસપ્રદ છે. તેણી બુડાપેસ્ટમાં એક એપાર્ટમેન્ટની માલિકી ધરાવે છે, જેમાં તેણીના પેસ્ટલ ડ્રોઈંગ છે. છેલ્લા બે વર્ષથી બિલ્ડિંગમાં રહેતા એક પાડોશીએ તેને માયાળુ અને મૈત્રીપૂર્ણ ગણાવી છે. પેજર બ્લાસ્ટ પછી બાર્સોની-આર્કિડિયાકોનો જાહેરમાં જોવા મળી નથી. પાડોશીઓએ પણ આ વાતની પુષ્ટિ કરી છે.

હંગેરિયન સરકારે કહ્યું છે કે, BAC કન્સલ્ટિંગ એક ‘ટ્રેડિંગ-ઇન્ટરમીડિયરી કંપની’ હતી, જેની દેશમાં કોઈ ઉત્પાદન સાઇટ્સ નથી. આ સિવાય પેજર ક્યારેય હંગેરી ગયા ન હતા. જો કે, આ વિવાદમાં બાર્સોની-આર્કિડિયાકોનોની ભૂમિકા અસ્પષ્ટ રહી છે, અને હુમલા પછી તેણીએ કોઈ જાહેર નિવેદનો કર્યાં નથી.

Back to top button