અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલમધ્ય ગુજરાતવિશેષ

અમૂલને તિરુપતિ પ્રસાદ વિવાદમાં ઢસડવાના પ્રયાસ બદલ સ્પિરિટ ઑફ કોંગ્રેસ સહિત સાત સામે FIR

Text To Speech

અમદાવાદ, 21 સપ્ટેમ્બર, 2024: અમૂલને તિરુપતિ પ્રસાદ વિવાદમાં ઢસડવાના પ્રયાસ બદલ સ્પિરિટ ઑફ કોંગ્રેસ સહિત સાત સામે FIR દાખલ કરવામાં આવી છે. કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા જોડાયેલી છે તેવા તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદના લાડુ અંગેનો વિવાદ હવે ગુજરાત સુધી પહોંચ્યો છે. આ વિવાદમાં કેટલાક લોકોએ સોશિયલ મીડિયા દ્વારા ગુજરાતને સંડોવવાનો પ્રયાસ કરતાં તેની સામે ફરિયાદ થઈ હતી જેને પગલે સાયબર પોલીસે એફઆઈઆર દાખલ કરી છે.

મળતા અહેવાલ મુજબ, સાયબર ક્રાઈમ વિભાગ દ્વારા અમદાવાદના એક નાગરિકની ફરિયાદને આધારે સ્પિરિટ ઑફ કોંગ્રેસ સહિત કુલ સાત સોશિયલ મીડિયા હેન્ડલ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે અને તેમના વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે.

આ સાતેય હેન્ડલ દ્વારા તિરુપતિના પ્રસાદમાં વપરાતું ઘી ગુજરાતની અમૂલ ડેરી તરફથી મોકલવામાં આવ્યું હોવાની ખોટી માહિતી ફેલાવવામાં આવી હતી જેને પગલે એક નાગરિકે તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ સાત X આઈડી આ પ્રમાણે છેઃ સ્પિરિટ ઑફ કોંગ્રેસ, બંજારા ઓગણીસો એકાણુ, ચંદન એઆઈપીસી, સેક્યુલર બેંગાલી, રાહુલ_1700, પ્રોફાપીએમ તથા પદ્મજા.

બીજી તરફ, અમૂલે પણ ગઈકાલે શુક્રવારે મોડી સાંજે આ અંગે કંપનીના X હેન્ડલ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી. અમૂલે તેના સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર જણાવ્યું કે, કેટલાક લોકો દ્વારા તિરુપતિના પ્રસાદ માટે અમૂલ દ્વારા ઘી મોકલવામાં આવતું હોવાની વાતો સોશિયલ મીડિયા દ્વારા ફેલાવવામાં આવી રહી છે જે સત્ય નથી.

કંપનીએ કહ્યું કે, અમૂલે કદી તિરુપતિ તિરુમાલા દેવસ્થાનમ (TTD)ને ઘી મોકલ્યું નથી.

આ પણ વાંચોઃ શું તમે જાણો છો તમારા કયા કયા રોજિંદા ખોરાકમાં પ્રાણીની ચરબી હોય છે? તો જાણી લો

Back to top button