ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: સાઈબર ક્રાઈમના PI સહિત ચાર પોલીસ કર્મી સામે સુરતમાં FIR થઈ

Text To Speech
  • ત્રણ કર્મચારીઓએ પોતાના સાથે ગેરવર્તન કર્યાની ફરિયાદ નોંધાવી
  • ચાલુ પંચનામા દરમ્યાન વકીલ ખોટી રીતે ઘૂસી આવ્યા હતા
  • ફરજમાં રૂકાવટ કરવા બદલ સરથાણા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો

સુરતના સરથાણા જકાતનાકા પાસે એક ઓફિસમાં તપાસ માટે આવેલી અમદાવાદ સાયબર ક્રાઈમની ટીમે વકીલ સાથે ધક્કામુકી કરી માર માર્યાના આક્ષેપ વચ્ચે ઇન્સપેક્ટર મકવાણા સહિત ચાર પોલીસ કર્મચારીઓ વિરૂદ્ધ ગુનો નોંધાવામાં આવ્યો હતો. સામે પોલીસ ઇન્સપેક્ટર મકવાણાએ વકીલ અને તેના સાથીદાર વિરૂદ્ધ ફરજમાં રૂકાવટ કરવા બદલ સરથાણા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદમાં જાણો કયા મામલે મેયરે હાથ ખંખેરી લેતા વિપક્ષે CBI તપાસની માગ કરી

ચાલુ પંચનામા દરમ્યાન વકીલ ખોટી રીતે ઘૂસી આવ્યા હતા

ચાલુ પંચનામા દરમ્યાન વકીલ ખોટી રીતે ઘૂસી આવ્યા હતા અને અડચણ ઉભી કરતાં તેમને બહાર કાઢયા હોવાનું પોલીસ ઇન્સપેક્ટર મકવાણાએ જણાવ્યું હતું. પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે સરથાણા જકાતનાકા પાસે નિર્મલ નગરમાં રહેતાં અને વ્યવસાયે વકીલ નરેન્દ્ર સોરઠીયા (ઉ.વ. 39) ડ્રીમલેન્ડ શોપિંગ સેન્ટરમાં ઓફિસ ધરાવે છે. તેમની પાસે તેમનો મિત્ર યોગેશ મુંજપરા આવ્યો હતો. યોગેશે જણાવ્યું હતું કે તેમના પરિચિત અશોક સવાણીના પુત્ર દિવ્યેશને અમદાવાદ સાયબર ક્રાઇમનાં પોલીસ ઇન્સપેક્ટર મકવાણા અને ટીમે જકાતનાકા પાસે જ ટાઇમ શોપર્સ બિલ્ડિંગની એક ઓફિસમાં ડિટેઇન કર્યો છે.

ત્રણ કર્મચારીઓએ પોતાના સાથે ગેરવર્તન કર્યાની ફરિયાદ નોંધાવી

સાયબરને લગતો કેસ છે, વકીલ તરીકે તમે સાથે ચાલો તેમ કહેતાં રાત્રે અગિયાર વાગ્યાના અરસામાં આ વકીલ, યોગેશ મુંજપરા તથા અશોક સવાણી સાથે ત્યાં પહોંચ્યા હતા. આ ઓફિસમાં અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમે કેટલાંક લોકોને ડિટેઇન કર્યા હતા તે વખતે નરેન્દ્ર સોરઠીયા અને યોગેશ મુંજપરાએ ઓફિસ ખોલી અંદર જવાની કોશિશ કરી હતી તે વખતે પોલીસ કર્મચારીઓએ તેમને સાથે ધક્કામુક્કી અને માર મારી ઓફિસમાંથી બહાર કાઢી મૂક્યા હતા. પોતાને માર માર્યાના આક્ષેપ સાથે વકીલ સીધા જ સરથાણા પોલીસ મથકે પહોંચ્યા હતા અને અમદાવાદ સાયબર ક્રાઇમના પોલીસ ઇન્સપેક્ટર મકવાણા તથા તેના ત્રણ કર્મચારીઓએ પોતાના સાથે ગેરવર્તન કર્યાની ફરિયાદ નોંધાવી હતી.

Back to top button