ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

માઉન્ટ એવરેસ્ટ જોવા માટે પ્લેનમાં પહોંચ્યો ડોલી ચાયવાલા, વીડિયો જોઈને રહી જશો દંગ

  • ડોલીએ ચા બનાવવાની પોતાની આગવી શૈલીથી આખી દુનિયામાં એક અલગ છાપ છોડી

HD ન્યૂઝ ડેસ્ક, 21 સપ્ટેમ્બર: ડોલી ચાયવાલાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. જેમાં ડોલી પ્રાઈવેટ જેટમાં મુસાફરી કરતો જોવા મળે છે. આ દરમિયાન તેણે માઉન્ટ એવરેસ્ટ પણ જોયો. આજે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનાર દરેક ભારતીય ડોલી ચાયવાલાને ઓળખે છે. ડોલીએ ચા બનાવવાની પોતાની આગવી શૈલીથી આખી દુનિયામાં એક અલગ છાપ છોડી છે. આજે તે આકાશની ઊંચાઈઓને સ્પર્શી રહ્યો છે. એવું લાગે છે કે, બિલ ગેટ્સને મળ્યા પછી તેનું નસીબ બદલાઈ ગયું. આજે તેના ઈન્સ્ટાગ્રામ પર લાખો લોકો તેને ફોલો કરે છે. ઘણી બ્રાન્ડેડ કંપનીઓ તેમના પ્રમોશન તેના દ્વારા કરાવી રહી છે. તેની દરેક પોસ્ટને લાખો વ્યુઝ મળે છે.

જૂઓ આ વીડિયો

 

ડોલીનો સ્વેગ જોઈને લોકો રહી ગયા દંગ 

હાલમાં જ ડોલી ચાયવાલાનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર આ દિવસોમાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે હિમાલય જોવા માટે પ્રાઈવેટ જેટમાં રવાના થાય છે. આ દરમિયાન જેણે પણ ડોલી ચાયવાલાનો સ્વેગ જોયો તે આશ્ચર્યચકિત થઈ ગયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે , ડોલી ચાયવાલા સંપૂર્ણ સ્વેગમાં સૂટ અને બૂટ પહેરીને એરપોર્ટ પર પ્રાઈવેટ જેટ આવવાની રાહ જોઈ રહ્યો છે. આ દરમિયાન એક વ્યક્તિ ડોલીના ખભા પર હાથ મૂકે છે અને તેને જેટની અંદર લઈ જાય છે. અંદર, પ્લેનની એર હોસ્ટેસ આરતી કરે છે અને તેને તેની સીટ પર લઈ જાય છે અને અન્ય ફ્લાઈટ સ્ટાફ પણ તેની મદદ કરવા આવે છે. તે ફ્લાઈટમાંથી માઉન્ટ એવરેસ્ટ પણ જુએ છે. ફ્લાઈટમાંથી ઉતરતાની સાથે જ ઘણા લોકો એરપોર્ટ પર તેનું સ્વાગત કરવા ઉભા જોવા મળ્યા હતા. લોકોએ તેનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું.

વીડિયોને કરોડો લોકોએ જોયો

ડોલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી આ વીડિયો પોસ્ટ કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે, “માઉન્ટ એવરેસ્ટ જોઈ જ લીધો.” આ વીડિયોને અત્યાર સુધીમાં 2.5 કરોડથી વધુ લોકોએ જોયો છે અને 17 લાખથી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે. ડોલીના વીડિયોને જોઈને ઘણા લોકો ઈર્ષ્યા કરતા હતા તો ઘણા લોકોએ ડોલીની મહેનતને સલામ પણ કરી હતી. કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું કે, “આ વીડિયો જોઈને મને ભણવાનું મન નથી થઈ રહ્યું.” બીજાએ લખ્યું કે, “લાખોની કિંમતની અમારી ડિગ્રીઓ શું કામની છે?” ત્રીજાએ લખ્યું કે, “આ તેના સારા કાર્યોનું પરિણામ છે.” તો અન્ય એક યુઝરે લખ્યું કે, આ ડોલીની મહેનત અને તેના સારા કાર્યોનું પરિણામ છે.

આ પણ જૂઓ: બાઈકરની સ્પીડ અને રોંગ સાઈડમાં કાર… જૂઓ ગુરુગ્રામનો આ ડરામણો વીડિયો

Back to top button