ધ્રુવી પટેલે ‘મિસ ઇન્ડિયા વર્લ્ડવાઇડ 2024’નો જીત્યો તાજ, જાણો કોણ છે આ ગુજ્જુ ગર્લ?
વોશિંગ્ટન: 20 સપ્ટેમ્બર, અમેરિકામાં કમ્પ્યૂટર ઈન્ફોર્મેશન સિસ્ટમ્સની વિદ્યાર્થિની ધ્રુવી પટેલે મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ 2024નો તાજ જીત્યો છે. આ જીતની ખુશી વ્યક્ત કરતા ધ્રુવી પટેલે જણાવ્યું હતું કે, ‘બોલીવુડ અભિનેત્રી અને યુનિસેફની એમ્બેસેડર બનવાની મારી ઈચ્છા છે. મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડનો તાજ એક અમૂલ્ય સન્માન છે.’ ન્યુ જર્સીના એડિસનમાં આયોજિત સમારંભમાં ધ્રુવીને મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ 2024નો તાજ પહેરાવવામાં આવ્યો હતો. ‘મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ 2024’ એ ભારતની બહાર સૌથી લાંબા સમયથી ચાલતી ભારતીય સ્પર્ધા છે.
VIDEO | Dhruvi Patel, a Computer Information System student from USA, has been declared as the winner of Miss India Worldwide 2024, the longest running Indian pageant outside India.
READ: https://t.co/uUWwqEGEE3
(Full video available on PTI Videos – https://t.co/n147TvqRQz) pic.twitter.com/z3ZLY7zwba
— Press Trust of India (@PTI_News) September 20, 2024
મૂળ ભારતની હાલ અમેરિકાની કમ્પ્યૂટર ઈન્ફોર્મેશન સિસ્ટમની વિદ્યાર્થિની ધ્રુવી પટેલ મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ 2024ની વિજેતા તરીકે પસંદગી પામી છે. ધ્રુવી બોલિવૂડ અભિનેત્રી અને યુનિસેફની એમ્બેસેડર બનવા માંગે છે. મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ 2024 બન્યા બાદ ધ્રુવીએ તેના વિચારો પણ વ્યક્ત કર્યા છે. એડિસન, ન્યૂ જર્સીમાં તાજ પહેરાવ્યા બાદ ધ્રુવીએ કહ્યું, ‘મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ જીતવું એ એક મોટું સન્માન છે. તે તાજ કરતાં વધુ છે. આ મારો વારસો છે, મારાં મૂલ્યો છે અને વૈશ્વિક સ્તરે અન્ય લોકોને પ્રેરણા આપે છે. આ ભારતની બહાર ચાલતું એક મોટું બ્યુટી પેજન્ટ છે.
ધ્રુવી પટેલ કોણ છે.?
ગુજરાત મૂળની ધ્રુવી પટેલ ક્વિનીપિયાક યુનિવર્સિટીની વિદ્યાર્થિની છે. ઈન્સ્ટાગ્રામ પર ધ્રુવીના 18.6 હજારથી વધુ ફોલોઅર્સ છે. 2023માં ધ્રુવીને મિસ ઈન્ડિયા ન્યૂ ઈંગ્લેન્ડનો તાજ પહેરાવવામાં આવ્યો હતો. તે પોતાના ઘરેથી 3D ચેરિટીઝ નામની એક નોન પ્રોફિટ સંસ્થા ચલાવે છે. સ્વયંસેવીની સાથે તે જરૂરિયાતમંદો માટે ફૂડ ડ્રાઇવ અને ભંડોળ એકત્ર કરવાનો પણ પ્રયાસ કરે છે. ધ્રુવી પટેલ યુનિસેફ અને ફીડિંગ અમેરિકા જેવી ચેરિટી સંસ્થાઓમાં યોગદાન આપે છે. બ્યુટી પેજન્ટ્સની સાથે, ધ્રુવીને પેઇન્ટિંગ કરવાનો અને મિત્રો અને પરિવાર સાથે સમય પસાર કરવાનો પણ શોખ છે. પોતાના પરિવાર વિશે વાત કરતાં તેણે કહ્યું, “મારી સૌથી મોટી પ્રેરણા મારા પિતા છે. તેમણે હંમેશા મારામાં વિશ્વાસ રાખ્યો છે અને હંમેશા મને સપોર્ટ કર્યો છે.”
કિશોરવયના વર્ગમાં ગ્વાડેલુપની સિએરા સુરેટને મિસ ટીન ઈન્ડિયા વર્લ્ડવાઈડનો ખિતાબ આપવામાં આવ્યો હતો. નેધરલેન્ડની શ્રેયા સિંઘને ફર્સ્ટ રનર અપ જાહેર કરવામાં આવી હતી, જ્યારે સુરીનામની શ્રદ્ધા ટેડજોને સેકન્ડ રનર અપ જાહેર કરવામાં આવી હતી. આ સૌંદર્ય સ્પર્ધાનું આયોજન ન્યૂયોર્ક સ્થિત ઈન્ડિયા ફેસ્ટિવલ કમિટી દ્વારા કરવામાં આવ્યું છે. તેનું નેતૃત્ત્વ ભારતીય મૂળના નીલમ અને ધર્માત્મા સરન કરે છે. આ સ્પર્ધા આ વર્ષે તેની 31મી વર્ષગાંઠની ઉજવણી કરી રહી છે.
આ પણ વાંચો…ભારતીય સીરીઝ ‘ધ નાઈટ મેનેજર’ Emmy Awards 2024 માટે નોમિનેટ