ચંદ્રયાન-4 મિશન માટે સૌથી મોટો પડકાર શું છે? ISRO ચીફનો ખુલાસો; ગગનયાન વિશે અપડેટ
- ISROના ચીફ ડૉ. એસ. સોમનાથે બેંગલુરુ સ્પેસ એક્સ્પો 2024ની લીધી હતી મુલાકાત
બેંગલુરુ, 20 સપ્ટેમ્બર: ચંદ્રયાન-4 મિશનને કેન્દ્રીય કેબિનેટ તરફથી મંજૂરી મળી ગઈ છે. આ મિશનને પૂર્ણ થવામાં ઓછામાં ઓછા 36 મહિનાનો સમય લાગશે. આ મિશન માટે સરકારે રૂ. 2104.06 કરોડનું ભંડોળ પૂરું પાડ્યું છે. આ દરમિયાન આજે શુક્રવારે ISROના ચીફ ડૉ. એસ. સોમનાથે બેંગલુરુ સ્પેસ એક્સ્પો 2024ની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે ચંદ્રયાન-4 મિશન અને ગગનયાન મિશન અંગે કેટલીક માહિતી શેર કરી છે. જેમાં ડૉ. એસ. સોમનાથે ચંદ્રયાન-4 મિશન માટેના સૌથી મોટા પડકાર વિશે જણાવ્યું અને ગગનયાન મિશન પર મોટું અપડેટ આપ્યું છે.
#WATCH | Bengaluru: On Chandrayaan 4, ISRO chief S Somanath says “Cabinet has just announced its (Chandrayaan 4) approval, so there will be updates in the next few months, right now we have completed the engineering, we got the approval from the Cabinet, it has to go through many… https://t.co/83sIidu7Fg pic.twitter.com/hQ8jWlzQyD
— ANI (@ANI) September 20, 2024
ચંદ્રયાન-4 મિશન સેટેલાઇટનું કદ બમણું
ડૉ. એસ. સોમનાથે કહ્યું કે, ચંદ્રયાન 4નું એન્જિનિયરિંગ પૂર્ણ થઈ ગયું છે. અમને કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. આ મંજૂરીને અનેક સ્તરોમાંથી પસાર થવું પડશે. ચંદ્રયાન 3 મિશનનો ધ્યેય માત્ર ચંદ્ર પર જવાનો અને હળવાશથી ઉતરવાનો હતો તેથી હવે ચંદ્ર પરથી પરત આવવું એ એક મોટો પડકાર છે. ચંદ્રયાન 4 મિશનમાં ઉપગ્રહનું કુલ કદ લગભગ બમણું થઈ જશે. આ સેટેલાઈટમાં પાંચ મોડ્યુલ હશે.
જ્યારે ગગનયાન મિશન અંગે પણ ISROના ચીફે મોટું અપડેટ આપ્યું હતું. તેમણે કહ્યું છે કે, “ગગનયાન લોન્ચ માટે તૈયાર છે, અમે આ વર્ષના અંત સુધીમાં તેને લોન્ચ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.”
ચંદ્રયાન-4ને બે ભાગમાં લોન્ચ કરવામાં આવશે
ઉલ્લેખનીય છે કે, Chandrayaan-4 એક જ વારમાં લોન્ચ કરવામાં આવશે નહીં. તેને બે ભાગમાં લોન્ચ કરવામાં આવશે. આ પછી, તેના મોડ્યુલને અંતરીક્ષમાં જોડવામાં આવશે. એટલે કે ડોકીંગ કરવામાં આવશે.
ચંદ્રયાન-4માં 5 મોડ્યુલ છે:
- પ્રોપલ્શન મોડ્યુલ
- ડિસેન્ડર મોડ્યુલ
- એસેન્ડર મોડ્યુલ
- ટ્રાન્સફર મોડ્યુલ
- રી-એન્ટ્રી મોડ્યુલ
આ પણ જૂઓ: ISROમાં નોકરી કરવા માટેની સુવર્ણ તક: ઘણી જગ્યાઓ માટે આજથી ભરતી શરૂ