ટ્રેન્ડિંગમનોરંજનવર્લ્ડ

Netflixની વેબ સિરીઝ Squid Game 2નું ટ્રેલર રિલીઝ, પૈસા માટે ડેથ ગેમ શરૂ

Text To Speech
  • Netflixની આ કોરિયન ડ્રામા વેબ સિરીઝના ટ્રેલરની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા

નવી દિલ્હી, 20 સપ્ટેમ્બર: નેટફ્લિક્સની વેબ સિરીઝ Squid Game સિઝન 2નું ટ્રેલર આજે શુક્રવારે રિલીઝ થઈ ગયું છે. Netflixની આ વેબ સિરીઝના ટ્રેલરની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. સ્ક્વિડ ગેમ સીઝન 2 વેબ સિરીઝ નેટફ્લિક્સ પર 26 ડિસેમ્બરે રિલીઝ થશે. સ્ક્વિડ ગેમની પ્રથમ સિઝન વર્ષ 2021માં આવી હતી. આ કોરિયન ડ્રામા છે. સ્ક્વિડ ગેમની પ્રથમ સિઝનની વાત કરવામાં આવે તો તેને પૈસાની રમત બતાવવામાં આવી હતી. જેમાં જેમ જેમ ગેમનું લેવલ વધતું જાય છે તેમ તેમ જે લોકો એ લેવલ પાર કરી શકતા નથી તેઓને મારી નાખવામાં આવે છે. આ રીતે, અંતે એક વિજેતા બચે છે જે મોટી રકમ જીતે છે. સ્ક્વિડ ગેમ સીઝન 2 વિશે વાત કરવામાં આવે તો તેમાં લી જંગ-જે, લી બ્યુંગ-હુન, વાઈ હા-જૂન અને ગોંગ યૂ જોવા મળશે. હવે નવી સિઝનમાં નવા ટ્વિસ્ટ આવશે.

Squid Game સીઝન 2 ના ટ્રેલર પર ચાહકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. એક ચાહકે લખ્યું કે, “હું સીધો 26 ડિસેમ્બરના દિવસ પર પહોંચવા માંગુ છું.” અન્ય એક ચાહકે લખ્યું કે, “હું આ માટે વધુ રાહ જોઈ શકતો નથી.”

જૂઓ ટ્રેલર 

 

View this post on Instagram

 

A post shared by Netflix India (@netflix_in)

ડેથ ગેમની શરૂઆત

સ્ક્વિડ ગેમ સીઝન 2 ટ્રેલરમાં ગી હુનનો સામનો ફ્રંટ મેન સામે થાય છે. આઇકોનીક પિન્ક ગાર્ડ્સ ફરી જોવા મળે છે, સાથે જ રમતિયાળ પરંતુ ભયાનક સંગીત અને પરિચિત રોકડથી ભરેલી પિગી બેંકની એક ઝલક દર્શકોને ઊંચા દાવના ઇનામની યાદ આપવે છે. ગી-હુન (લી જંગ-જે) અને ફ્રંટ મેન (લી બ્યુંગ-હુન) વચ્ચેની લડાઈ તીવ્ર બને છે, કારણ કે ગી-હુન એક નવી ઘાતક રમતમાં બદલો લેવા માંગે છે.

Squid Gameની સ્ટાર કાસ્ટ

સ્ક્વિડ ગેમ સીઝન 2ના લેખક-દિગ્દર્શક હ્વાંગ ડોંગ-હ્યુક છે જ્યારે સિરીઝમાં લી જુંગ-જે, લી બ્યુંગ-હુન, યિમ સિ-વાન, કાંગ હા-ન્યુલ, વાય હા-જૂન, પાર્ક ગ્યુ-યંગ, લી જિન- યુકે, પાર્ક સુંગ-હૂન, યાંગ ડોંગ-ગ્યુન, કાંગ એ-સિમ, લી ડેવિડ, ચોઈ સેઉંગ-હ્યુન, નોહ જે-વોન, જો યૂ-રી, વોન જી-એન અને ગોંગ યૂ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. .

આ પણ જૂઓ: લગ્ન બાદ પહેલીવાર અલગ અંદાજમાં દેખાઈ નવી દુલ્હન અદિતિ રાવ હૈદરી, જૂઓ વીડિયો

Back to top button