બાઈકરની સ્પીડ અને રોંગ સાઈડમાં કાર… જૂઓ ગુરુગ્રામનો આ ડરામણો વીડિયો
- ભયાનક માર્ગ અકસ્માતમાં બાઇક ચાલકનું કરૂણ મૃત્યુ નિપજ્યું
ગુરુગ્રામ, 20 સપ્ટેમ્બર: ગુરુગ્રામથી એક માર્ગ અકસ્માતનો વીડિયો બહાર આવ્યો છે. આ ભયાનક અકસ્માતમાં બાઇક ચાલકનું કરૂણ મૃત્યુ નિપજ્યું હતું. આ અકસ્માત ઓવરસ્પીડિંગ અને રોંગ સાઇડ ડ્રાઇવને કારણે થયો હતો. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધ્યો છે. કાર ચાલકની અટકાયત કરવામાં આવી હતી અને બાદમાં તેને જામીન પર છોડવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, અક્ષત ગર્ગ દ્વારકાના પોચનપુરનો રહેવાસી હતો. જ્યારે SUV ડ્રાઇવર કુલદીપ કુમાર ઠાકુર ઘિટોરનીનો રહેવાસી છે અને પીઆર કંપનીનો સહ-સ્થાપક છે.
મૃતક બાઇક સવાર યુવકની ઓળખ અક્ષત ગર્ગ તરીકે થઇ છે. કહેવાય છે કે અક્ષત ખૂબ જ ઝડપમાં બાઇક ચલાવી રહ્યો હતો. ત્યારે રોંગ સાઇડથી આવતી કારે તેને ટક્કર મારી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક ઉછળીને ઘણી આગળ પડી અને અક્ષત પણ રોડ પર પડ્યો. વીડિયો જોતા સ્પષ્ટ થાય છે કે, આ અકસ્માત ઓવર સ્પીડ અને રોંગ સાઇડમાં ડ્રાઇવિંગને કારણે થયો હતો.
જૂઓ આ વીડિયો
Gurugram, Haryana: A 23-year-old motorcyclist, Akshat Garg, was killed in a wrong-way collision on Golf Course Road, DLF Phase II. The crash, captured on a GoPro by his friend, occurred around 5: 45 AM. Despite wearing safety gear, Garg succumbed to the impact. Authorities are… pic.twitter.com/ih29byhfzt
— IANS (@ians_india) September 19, 2024
મિત્ર તેનો જીવ બચાવી શક્યો નહીં!
અકસ્માત બાદ અક્ષત ગર્ગના મિત્ર પ્રદ્યુમને તેને બચાવવાના તમામ શક્ય પ્રયાસો કર્યા હતા. પરંતુ તે સફળ થઈ શક્યો નહીં. ગુરુગ્રામ પોલીસે આ મામલે અનેક કલમો હેઠળ કેસ નોંધ્યો છે. શું કાર ચાલક દારૂના નશામાં ડ્રાઇવિંગ કરતો હતો? આ અંગે પણ તપાસ ચાલી રહી છે. પોલીસે ક્ષતિગ્રસ્ત વાહન પણ કબજે કરી લીધું છે અને આ મામલે તપાસ ચાલુ છે.
ડરામણો છે આ વીડિયો
વહીવટીતંત્ર દ્વારા વારંવાર અપીલ કરવા છતાં લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા નથી. વીડિયો જોઈને સ્પષ્ટ થાય છે કે, આ અકસ્માત રોંગ સાઇડ ડ્રાઈવ અને ઓવર સ્પીડના કારણે થયો હતો. આ વીડિયો ડ્રાઇવરોને સાવધાન કરવા માટે છે. રસ્તા પર ચાલતી વખતે ટ્રાફિકના નિયમોનું પાલન કરવાથી અકસ્માતો ટાળી શકાય છે.
આ પણ જૂઓ: રીલ બનાવવાના ચક્કરમાં પહાડ પરથી નીચે પડી છોકરી, આ વીડિયો જોઈને રહી જશો દંગ