ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

પેજર વિસ્ફોટને યુદ્ધની શરૂઆત ગણાવી કોણે ઇઝરાયેલને આપી ધમકી, જાણો

Text To Speech

નવી દિલ્હી, 19 સપ્ટેમ્બર : લેબનાન સશસ્ત્ર જૂથ હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહે શ્રેણીબદ્ધ વિસ્ફોટો પર આકરી પ્રતિક્રિયા આપી છે. પેજર વિસ્ફોટો પછી નસરાલ્લાહે ઈઝરાયલને કડક ધમકી આપી હતી અને કહ્યું હતું કે આને યુદ્ધની ઘોષણા ગણવી જોઈએ. ગુરુવારે પોતાના ભાષણમાં નસરાલ્લાહે કહ્યું કે તેમને વિસ્ફોટથી અભૂતપૂર્વ આઘાત લાગ્યો છે. તેણે સ્વીકાર્યું કે હિઝબુલ્લાના સભ્યોને 4,000 થી વધુ પેજર્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. જે મંગળવારે રાત્રે સમગ્ર લેબનાનમાં એક સાથે વિસ્ફોટ થયા હતા. જેના માટે સશસ્ત્ર જૂથે ઇઝરાયેલને દોષી ઠેરવ્યું હતું. નસરાલ્લાહે કહ્યું કે ઇઝરાયલે હજારો પેજર બ્લાસ્ટ કરીને રેડ લાઇનનું ઉલ્લંઘન કર્યું છે.

ઉલ્લેખનીય છે કે, મંગળવારે લેબનાનમાં હિઝબુલ્લાહના સભ્યો દ્વારા ઉપયોગમાં લેવાતા પેજરમાં વિસ્ફોટ થતાં 12 લોકો માર્યા ગયા હતા અને લગભગ 3,000 ઘાયલ થયા હતા. આવો જ બીજો હુમલો આ ઘટનાના બીજા જ દિવસે થયો હતો, જ્યારે પેજર બ્લાસ્ટમાં માર્યા ગયેલા વ્યક્તિના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા હતા, ત્યારે વોકીટોકીમાં બ્લાસ્ટ થયા હતા. જેમાં 20થી વધુ લોકોના મોત થયા હતા.

જ્યારે નસરાલ્લાહનું ભાષણ લેબનોનમાં પ્રસારિત કરવામાં આવી રહ્યું હતું, ત્યારે ઇઝરાયેલે હિઝબુલ્લાહની ઘણી જગ્યાઓને નિશાન બનાવીને મોટો હુમલો કર્યો હતો. ઇઝરાયેલે દક્ષિણ લેબનીઝ શહેરો દેરકાનુન અલ-નાહર, અલ-હાનિયા, ઝિબકીન, ફ્રાઉન, અદચીત, કબ્રીખા, અલમાન, દેર અંતર, હરિસ, મેરકાબા, રુબ થલાથિન પર મોટા પાયે હવાઈ હુમલા કર્યા છે. હસન નસરાલ્લાહે પોતાનું ભાષણ શરૂ કર્યું કે તરત જ, ઇઝરાયેલી યુદ્ધ લડાયક વિમાનોએ પશ્ચિમમાં ટાયર જિલ્લાથી પૂર્વમાં હસબયા સુધી અનેક હિંસક હુમલાઓ શરૂ કર્યા હતા. આ હુમલાઓ મુખ્યત્વે ખીણો અને જંગલવાળા વિસ્તારોમાં કરવામાં આવ્યા છે.

મહત્વનું છે કે આમાંથી ઘણા વિસ્તારોને 8 ઓક્ટોબર પછી પહેલીવાર નિશાન બનાવવામાં આવ્યા છે. હિઝબુલ્લાએ ઇઝરાયેલ પર સતત હુમલા કરવાનો આરોપ મૂક્યો છે અને તલ અવીવ સામે બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે. જો કે ઈઝરાયેલે આ હુમલાની ઔપચારિક સ્વીકૃતિ કરી નથી, પરંતુ રક્ષા મંત્રી યોવ ગાલાંટે પેજર વિસ્ફોટોના એક દિવસ બાદ દેશની સેનાને યુદ્ધના નવા તબક્કા વિશે જણાવ્યું હતું.

Back to top button