ટોપ ન્યૂઝટ્રાવેલનેશનલબિઝનેસમનોરંજનવર્લ્ડ

ક્રિકેટના પ્રસારણ મામલે આ કંપનીએ Zee એન્ટરટેઇનમેન્ટ ઉપર કર્યો 94 કરોડ ડોલરનો દાવો

Text To Speech

નવી દિલ્હી, 19 સપ્ટેમ્બર : વોલ્ટ ડિઝનીની ભારતીય શાખા સ્ટાર ઇન્ડિયાએ લંડન આર્બિટ્રેશન કોર્ટમાં ઝી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઇઝિસ પાસેથી $940 મિલિયનના નુકસાનની માંગણી કરી છે. સ્ટાર ઈન્ડિયાના જણાવ્યા અનુસાર પુનિત ગોએન્કાની કંપની ક્રિકેટ પ્રસારણ અધિકારોની ચુકવણીમાં ડિફોલ્ટ થઈ છે. સ્ટારે સંપૂર્ણ ચુકવણી ન થાય ત્યાં સુધી કેસમાં ખર્ચ અને તેના પર લાગુ વ્યાજની પણ માંગ કરી છે.

આ પણ વાંચો :- અમેરિકાની કોર્ટે NSA ડોભાલ અને ભારત સરકારને પાઠવ્યું સમન્સ, જાણો શું છે કારણ

બીજી તરફ, ઝીએ સ્ટાર ઈન્ડિયાના નુકસાનના દાવાને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે તે આ દાવાનો વિરોધ કરશે.  મુંબઈ-લિસ્ટેડ બ્રોડકાસ્ટરે રેગ્યુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, આર્બિટ્રેશન તેના પ્રારંભિક તબક્કામાં છે અને લંડન ટ્રિબ્યુનલ હજુ નક્કી કરી શકી નથી કે કંપની કોઈપણ રીતે જવાબદાર છે કે કેમ. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે માર્ચમાં, 26 ઓગસ્ટ, 2022ના રોજ થયેલા કરારનું પાલન કરવામાં ઝી નિષ્ફળ ગયા બાદ સ્ટારે લંડન કોર્ટ ઓફ ઈન્ટરનેશનલ આર્બિટ્રેશનમાં અરજી કરી હતી. આ કરાર હેઠળ, તેણે (સ્ટાર ઇન્ડિયા) ઝીને ICC માટે ટેલિવિઝન બ્રોડકાસ્ટિંગ લાઇસન્સ આપવાનું હતું. ટુર્નામેન્ટની યજમાની તેને ચાર વર્ષ માટે એટલે કે 2024 થી 2027 સુધી સોંપવામાં આવી છે.

આ પણ વાંચો :- શું વડાપ્રધાન મોદી પૂર્વ પ્રમુખ ટ્રમ્પને મળશે? સામે આવ્યું વિદેશ મંત્રાલયનું નિવેદન

જો કે, છ મહિના પછી સપ્ટેમ્બરમાં, સ્ટારે ઝી સાથે સમાધાન સમાપ્ત કર્યું અને અન્ય ચાર્જીસ સાથે 31 ઓગસ્ટ સુધીમાં $940 મિલિયનના સેટ નુકસાનની માંગણી કરી હતી. અમે, યોગ્યતાના આધારે, સ્ટારના તમામ પાયાવિહોણા દાવાઓનો સખત વિરોધ કરીશું અને અમારા તમામ અધિકારો અનામત રાખીશું તેમ ઝીએ બુધવારે જણાવ્યું હતું.  ઝીના જણાવ્યા અનુસાર, સ્ટારે પોતે જ કરારનું ઉલ્લંઘન કર્યું છે અને તેણે $685 મિલિયન ચૂકવવા જોઈએ. આ વર્ષે જાન્યુઆરીમાં, જીએ સ્ટારને તેની પ્રથમ ચુકવણી કરી ન હતી કારણ કે તે ચૂકવણી કરવાની સ્થિતિમાં ન હતો.

Back to top button