ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાહુલ ગાંધી વિરુદ્ધ નિવેદન બદલ કેન્દ્રીય મંત્રી રવનીત બિટ્ટુ વિરુદ્ધ FIR, કહ્યું: માફી નહીં માંગું

Text To Speech
  • રાહુલ ગાંધીના શીખો અંગે નિવેદન પર કેન્દ્રીય મંત્રી રવનીત બિટ્ટુએ તેમને આતંકવાદી ગણાવ્યા હતા

નવી દિલ્હી, 19 સપ્ટેમ્બર: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અંગેના નિવેદન બદલ કેન્દ્રીય રેલ રાજ્ય મંત્રી રવનીતસિંહ બિટ્ટુ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. રાહુલ ગાંધીએ તેમના અમેરિકા પ્રવાસ દરમિયાન શીખો અંગે નિવેદન આપ્યું હતું, જેના પર કેન્દ્રીય મંત્રી રવનીત બિટ્ટુએ તેમને આતંકવાદી ગણાવ્યા હતા. આ અંગે ઘણો હોબાળો થયો હતો અને કર્ણાટકમાં રવનીત બિટ્ટુ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

 

બેંગલુરુના હાઈ ગ્રાઉન્ડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

કર્ણાટકના એક કોંગ્રેસી અધિકારીએ કેન્દ્રીય મંત્રી રવનીતસિંહ બિટ્ટુ વિરુદ્ધ FIR નોંધાવી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ભારતીય ન્યાય સંહિતાની કલમ 353 (ખોટી માહિતીના આધારે નિવેદન આપવા અથવા અફવાઓ ફેલાવવી), 192 (હુલ્લડો ભડકાવવાના ઉદ્દેશ્યથી ઉશ્કેરણીજનક નિવેદનો આપવા), 196 (બે સમુદાયો વચ્ચે દુશ્મનાવટ ફેલાવવી) હેઠળ બેંગલુરુની હાઈ ગ્રાઉન્ડ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

કેન્દ્રીય મંત્રી રવનીત બિટ્ટુએ શું કહ્યું?

જ્યારે રવનીત બિટ્ટુને મીડિયા દ્વારા પૂછવામાં આવ્યું કે, શું તેમને રાહુલ ગાંધી વિરુદ્ધ આપેલા નિવેદન પર પસ્તાવો છે? તો રવનીત બિટ્ટુએ કહ્યું કે, ‘હું શા માટે માફી માંગુ? અમે પંજાબમાં એક આખી પેઢી ગુમાવી દીધી. ગાંધી પરિવારે પંજાબને સળગાવ્યું. મારી પીડા એક શીખ તરીકે છે. હું મંત્રી પછી છું, પરંતુ શીખ પ્રથમ છું. જો પન્નુ રાહુલ ગાંધીના નિવેદનને સમર્થન આપે છે તો હવે આપણે શું કહી શકીએ?

આ પણ જૂઓ: દિલ્હી : નવનિયુક્ત મુખ્યમંત્રી આતિશી 21મીએ શપથ લેશે, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી

Back to top button