અમદાવાદગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદમાં મોજ શોખ પૂરા કરવા 2 કોલેજના મિત્રોએ કરી ચોરી, સરકારી શાળામાંથી 40 લેપટોપની ઉઠાંતરી કરી

Text To Speech

અમદાવાદ, 19 સપ્ટેમ્બર, મોજ શોખ પુરા કરવા બે વિદ્યાર્થીઓએ વિદ્યાના મંદિરમાંથી જ લાખોની કિંમતના લેપટોપ ચોરીના ગુનાને અંજામ આપ્યો છે. મિત્ર સાથે અલગ-અલગ સ્કૂલમાં જઈને શોર્ટકટથી પૈસા કમાવવા માટે ચોરીનો પ્લાન ઘડ્યો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બે વિદ્યાર્થી આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલ અનુપમ મોર્ડન સરકારી શાળામાંથી ગઇ તારીખ 30મીના રોજ 40 લેપટોપ સહિત ચોરીની ફરિયાદ નોંધાઇ હતી. બંને વિદ્યાર્થીના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ચિન્હ લાગી ગયું છે.

ક્રાઈમ બ્રાન્ચે આ બંને આરોપીની ધરપકડ કરી
એક સમય શાંત શહેર ગણાતા અમદાવાદમાં હવે ક્રાઈમની દુનિયા બનતી જઈ રહી છે. ચોરીના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો નોંધાયો રહ્યો છે. જેમ જેમ મોંઘવારી વધી રહી છે તેમ તેમ ગુનાખોરી પણ વધી રહી છે. ત્યારે હવે મોજ શોખ પૂરા કરવા માટે પણ લોકો ચોરી કરતાં થઈ ગયા છે. અમદાવાદમાં 30 ઓગસ્ટના રોજ બપોરના સમયે ચાંદખેડા વિસ્તારમાં સરકારી ચાવડી પાસે આવેલી જગતપુર અનુપમ સરકારી સ્કૂલમાંથી 40 જેટલા લેપટોપની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી હતી. વિદ્યાના મંદિરમાં ચોરી થતા અમદાવાદ ક્રાઈમ બ્રાંચ તપાસમાં જોડાય હતી ત્યારે તપાસ કરતા આ ચોરીમાં રાધે રાહુલ પટેલ અને અક્ષતસિંહ રણજીતસિંહ વાઘેલા સંડોવણી હોવાનું સામે આવતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ બંને આરોપીની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ રાધે પટેલ અને અક્ષતસિંગ વાઘેલા છે. બંને આરોપી ઘાટલોડિયા વિસ્તારના રહેવાસી છે. અને તેમને ચાંદખેડામાં આવેલી અનુપમ મોડર્ન સરકારી શાળામાંથી 40 લેપટોપની ચોરી કરી હતી. 30 ઓગસ્ટ ના રોજ થયેલી ચોરીની તપાસ કરતા ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીઓને ઝડપી ચોરીના ગુનામાં ગયેલો તમામ મુદ્દા માલ કબજે કર્યો છે. સાથે જ આરોપીઓને પૂછપરછમાં એ હકીકત સામે આવી કે મોજશોખ માટે ચોરી કરતા હતા. આ ચોરીનો ગુનો બંને એ પહેલી વાર કર્યો છે. 40 જેટલા કોમ્પ્યુટર સસ્તા ભાવે વેચી દેશે તો મોજશોખ માટે રૂપિયા મળશે એવું વિચારી બંને આરોપીઓએ ચોરીને અંજામ આપ્યો હતો.

આ પણ વાંચો…અમદાવાદમાં મહિલા સુરક્ષા માટે સરકારની પહેલ, ઈમરજન્સી કોલ બોક્ષ મૂકાયા

Back to top button