‘શું લોરેન્સ બિશ્નોઈને મોકલું?’ સલમાનના પિતા સલીમ ખાનને બુરખો પહેરેલી મહિલાએ આપી ધમકી
- સલીમ ખાન સવારે મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા, ત્યારે સ્કૂટર પર સવાર બુરખો પહેરેલી મહિલા તેમની પાસે આવી
મુંબઈ, 19 સપ્ટેમ્બર: બોલિવૂડ સ્ટાર સલમાન ખાનના પિતા સલીમ ખાનને આજે ગુરુવારે સવારે ધમકી મળી છે. મોર્નિંગ વોક માટે નીકળેલા સલીમ ખાન જ્યારે બેન્ચ પર આરામ કરી રહ્યા હતા, તે જ સમયે ગેલેક્સી એપાર્ટમેન્ટથી બેન્ડસ્ટેન્ડ તરફ એક વ્યક્તિ સ્કૂટર પર જઈ રહ્યો હતો. જેની પાછળ બુરખો પહેરેલી એક મહિલા પણ બેઠી હતી. મહિલાએ યુ-ટર્ન લઈને સલીમ ખાન પાસે આવી અને પૂછ્યું કે, “શું લોરેન્સ બિશ્નોઈને મોકલું?” આ સ્કૂટીનો નંબર 7444 હતો. પોલીસ હાલ સ્કૂટર ચાલકને શોધવામાં વ્યસ્ત છે. આ ઘટના સવારે 8.45 કલાકે બની હતી.
Bollywood actor Salman Khan’s father Salim Khan receives threat while on morning walk, Mumbai police launch probe: Official
— Press Trust of India (@PTI_News) September 19, 2024
પોલીસે કેસ નોંધ્યો હતો
આ ઘટનાની તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી અને કલમ 353(2) 292 અને 3(5) BNS હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ વર્ષની શરૂઆતમાં સલમાન ખાનના ઘરે ફાયરિંગ થયું હતું.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “પોલીસ હાલમાં શંકાસ્પદોની ઓળખની આશામાં વિસ્તારના CCTV ફૂટેજની તપાસ કરી રહી છે. તપાસ ચાલુ છે અને અમે જવાબદારોને શોધવા માટે પ્રતિબદ્ધ છીએ.”
અગાઉ સલમાનના ઘરે થયું હતું ફાયરિંગ
આ વર્ષની શરૂઆતમાં મુંબઈ પોલીસે લોરેન્સ બિશ્નોઈ, તેના ભાઈ અનમોલ અને અન્ય કેટલાક લોકો વિરુદ્ધ સલમાન ખાનના ઘરે ગોળીબાર કર્યા બાદ કેસ નોંધ્યો હતો બાદમાં એક આરોપીનું પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયું હતું.
આ પણ જૂઓ: અરિજિતના કોન્સર્ટ દરમિયાન ભાવુક થઈ યુવતી, સિંગરે શું કર્યું, જૂઓ વીડિયો