ટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

ઋષભ પંતે કમબેક સાથે રચ્યો ઈતિહાસ, ધોની બાદ આવું કરનાર બીજો ભારતીય બન્યો

  • ઋષભ પંતે તેની છેલ્લી ટેસ્ટ મેચ 25 ડિસેમ્બર 2022ના રોજ મીરપુરમાં બાંગ્લાદેશ સામે જ રમી હતી

ચેન્નાઈ, 19 સપ્ટેમ્બર: ઋષભ પંતે ચેન્નાઈમાં બાંગ્લાદેશ સામેની મેચથી ટેસ્ટ ક્રિકેટમાં 634 દિવસ બાદ પુનરાગમન કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. પંત હવે મહેન્દ્રસિંહ ધોનીની વિશિષ્ટ ક્લબમાં જોડાઈ ગયો છે. અગાઉ આ ક્લબમાં ધોની એકમાત્ર ભારતીય વિકેટકીપર-બેટ્સમેન હતો. વર્ષ 2022માં એક ભયાનક માર્ગ અકસ્માતમાં ઘાયલ થયા બાદ પંત લાંબા સમય સુધી મેદાનથી દૂર રહ્યો હતો અને ત્યારબાદ તેણે T20 વર્લ્ડ કપ 2024થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી અને T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો. ઋષભ પંતે તેની છેલ્લી ટેસ્ટ મેચ 25 ડિસેમ્બર 2022ના રોજ મીરપુરમાં બાંગ્લાદેશ સામે જ રમી હતી.

ચેન્નાઈમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશના કેપ્ટન નઝમુલ હસન શાંતોએ ટોસ જીતીને ભારતીય ટીમને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. રોહિત શર્મા 6 રને અને શુભમન ગિલ શૂન્ય પર આઉટ થયા હતા. આ પછી વિરાટ કોહલી મેદાન પર આવ્યો અને 6 રન બનાવીને વોકઆઉટ થયો. આ ત્રણ વિકેટ હસન મહેમૂદના ખાતામાં ગઈ. ભારતીય ટોપ ઓર્ડર નબળું પડ્યા પછી, ઋષભ પંત મિડલ ઓર્ડરમાં બેટિંગ કરવા આવ્યો અને ઓપનર યશસ્વી જયસ્વાલ સાથે મળીને ઇનિંગ્સને સંભાળી.

ધોનીની ક્લબમાં થયો સામેલ

હકીકટમાં, ચેન્નાઈ ટેસ્ટમાં 19 રનની સાથે જ ઋષભ પંતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના 4000 રન પૂરા કર્યા. આવું કરનાર તે માત્ર બીજો ભારતીય વિકેટકીપર બેટ્સમેન છે. તેમના પહેલા માત્ર મહેન્દ્રસિંહ ધોની જ આ સિદ્ધિ હાંસલ કરી શક્યા હતા. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિકેટકીપર-બેટ્સમેન તરીકે ધોનીના નામે 17092 રન છે. ધોની પછી પંત હવે 4000 કે તેથી વધુ આંતરરાષ્ટ્રીય રનની ક્લબમાં પ્રવેશી ચૂક્યો છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય વિકેટકીપર

  1. મહેન્દ્ર સિંહ ધોની: 17092
  2. ઋષભ પંત: 4003
  3. સૈયદ કિરમાણી: 3132
  4. ફારૂક એન્જિનિયર: 2725
  5. નયન મોંગિયા: 2714
  6. રાહુલ દ્રવિડ: 2300

જો ચેન્નાઈ ટેસ્ટમાં પહેલા દિવસે ભારતીય ટીમના પહેલા સેશનની વાત કરવામાં આવે તો, 23 ઓવરમાં ટીમના ખાતામાં 88 રન જોડાયા. હસન મહમૂદે 3 વિકેટ પોતાના નામે કરી. પ્રથમ સેશનમાં કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને શુભમન ગીલે વિકેટ ગુમાવી હતી. આ પહેલા બાંગ્લાદેશે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

આ પણ જૂઓ: સૌરવ ગાંગુલીએ પોલીસમાં નોંધાવી ફરિયાદ, સાયબર ધમકી અને માનહાનિનો કેસ

Back to top button