ગુજરાતમાં ખાનગી સુગરમિલનો પગપેસારો, જાણો ક્યા પહેલી મિલનો પાયો નંખાયો
- માંડવી સુગર સંદર્ભે રાજ્ય સરકારે એક વહીવટી કમિટીની નિમણૂક કરી
- જિલ્લા કલેક્ટર સમક્ષ સરફેસીની કાર્યવાહી કરાઈ હતી
- મામલતદાર હસ્તક જમીન અને મશીનરીનો કબજો લઈને બેંકે હરાજી કરી દીધી હતી
સહકારી પ્રવૃત્તિને વેગ આપવા સહકાર મંત્રાલયની સ્થાપના થયા બાદ ગુજરાતમાં સુગરમિલ ક્ષેત્રે પહેલી ખાનગી સુગરમિલે પગપેસારો કર્યો છે. યુનિયન બેંકની હરાજીમાં માંડવી સુગરમિલને જમીન, મશીનરી, બિલ્ડિંગ સાથે જુન્નર સુગર્સ લિમિટેડે ખરીદી લીધી હતી. હવે ખાનગી સુગરમિલના કારભારીઓએ નવી રોપણી સિઝનથી શેરડીની નોંધણીનો આરંભ કરી દીધો છે. જે સુરત જિલ્લામાં પહેલી સહકારી ક્ષેત્રની કોટનમિલ અને સુગરમિલનો પાંયો નંખાયો હતો, ત્યાં જ પહેલી ખાનગી સુગરમિલનો પાયો નંખાયો છે.
આ પણ વાંચો: ઇન્સ્ટાગ્રામે ટીનેજરનાં એકાઉન્ટ્સની સિક્યોરિટી વધારી, પ્રાઇવસી ફીચર્સને અપગ્રેડ કર્યાં
માંડવી સુગર સંદર્ભે રાજ્ય સરકારે એક વહીવટી કમિટીની નિમણૂક કરી
ખાનગી સુગરમિલને IEM (ઇન્ડસ્ટ્રિયલ એન્ટરપ્રિન્યોર મેમોરેન્ડમ)ની મંજૂરી હજુ સુધી મળી નથી. જોકે, ખાનગી સુગરમિલના કારભારીઓએ કેન્દ્ર સરકાર પાસે IEM ની પરવાનગી માંગી છે. હવે જો પરવાનગી મળી જશે તો ગુજરાતની પહેલી ખાનગી સુગરમિલ ધમધમતી થઈ જશે. માંડવી સુગર સંદર્ભે રાજ્ય સરકારે એક વહીવટી કમિટીની નિમણૂક કરી છે.
જિલ્લા કલેક્ટર સમક્ષ સરફેસીની કાર્યવાહી કરાઈ હતી
આ કમિટીના ચેરમેને જણાવ્યું કે, યુનિયન બેંકને 200 કરોડ રૂપિયાની કિંમતની જમીન, મશીનરી, બિલ્ડિંગની હરાજીમાં માત્ર 36 કરોડ ઉપજ્યાં છે. જ્યારે હજુ ખેડૂતોના 27 કરોડ, સરકારની શેરફાળાના 20 કરોડ રૂપિયા બાકી છે. હજી પહેલા મંડળીને વિશ્વાસમાં લેવામાં આવી નથી. જિલ્લા કલેક્ટર સમક્ષ સરફેસીની કાર્યવાહી કરાઈ હતી. કલેક્ટરે સરફેસી હેઠળ બેંકને મંજૂરી આપતા માંડવી મામલતદાર હસ્તક જમીન અને મશીનરીનો કબજો લઈને બેંકે હરાજી કરી દીધી હતી.