ઇન્સ્ટાગ્રામે ટીનેજરનાં એકાઉન્ટ્સની સિક્યોરિટી વધારી, પ્રાઇવસી ફીચર્સને અપગ્રેડ કર્યાં
- નવા અપડેટ બાદ 18 વર્ષથી ઓછી વયના ઇન્સ્ટાગ્રામ યૂઝર્સને દર 60 મિનિટ બાદ એપ બંધ કરવાની સૂચના અપાશે
- મેટાએ ઇન્સ્ટાગ્રામ પર 18 વર્ષથી ઓછી વયના યૂઝર્સ માટે વધુ સારી પ્રાઇવસી અને સિક્યોરિટી ફીચર્સને અપગ્રેડ કર્યાં
- ઇન્સ્ટાગ્રામમાં હવેથી કિશોરોનાં એકાઉન્ટ્સના કન્ટ્રોલ તેમનાં માતાપિતા પાસે રહેશે
ઇન્સ્ટાગ્રામે ટીનેજરનાં એકાઉન્ટ્સની સિક્યોરિટી વધારી છે. જેમાં પ્રાઇવસી ફીચર્સને અપગ્રેડ કર્યાં છે. મેટાએ ઇન્સ્ટાગ્રામ પર 18 વર્ષથી ઓછી વયના યૂઝર્સ માટે વધુ સારી પ્રાઇવસી અને સિક્યોરિટી ફીચર્સને અપગ્રેડ કર્યાં છે. આ ઉપરાંત તેણે પેરેન્ટલ કન્ટ્રોલ પણ આપ્યા છે એટલે કે હવેથી કિશોરોનાં એકાઉન્ટ્સના કન્ટ્રોલ તેમનાં માતાપિતા પાસે રહેશે.
નવા અપડેટ બાદ 18 વર્ષથી ઓછી વયના ઇન્સ્ટાગ્રામ યૂઝર્સને દર 60 મિનિટ બાદ એપ બંધ કરવાની સૂચના અપાશે
નવા અપડેટ બાદ 18 વર્ષથી ઓછી વયના ઇન્સ્ટાગ્રામ યૂઝર્સને દર 60 મિનિટ બાદ એપ બંધ કરવાની સૂચના અપાશે. આવા એકાઉન્ટ્સમાં ડિફોલ્ટ સ્લીપ મોડ પણ હશે, જે રાત્રે એપને બંધ કરી દેશે. ઇન્સ્ટાગ્રામે કહ્યું કે હવે 18 વર્ષથી ઓછી ઉંમરના યૂઝર્સનાં બધાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ ‘ટીન એકાઉન્ટ્સ’માં બદલી દેવામાં આવશે, જે ડિફોલ્ટ રીતે પ્રાઇવેટ હશે. પ્રાઇવેટ એકાઉન્ટનો ફાયદો એ છે કે માત્ર એ લોકો જ આ એકાઉન્ટના યૂઝરનો સંપર્ક કરી શકે છે જેને તેઓ ફોલો કરતા હોય અને પરમિશન આપી હોય. આ ઉપરાંત 16 વર્ષથી ઓછી ઉંમરના યૂઝર્સ માત્ર પોતાનાં માતાપિતાની મંજૂરીથી ડિફોલ્ટ એટલે કે પ્રાઇવેટ સેટિંગ્સમાં જઈ શકશે. મેટાએ એક નવું મોનિટરિંગ ટૂલ પણ જારી કર્યું છે, જેની મદદથી માતાપિતા પોતાના બાળકના એકાઉન્ટને કન્ટ્રોલ કરી શકશે અને જોઈ શકશે કે બાળક કેટલો સમય ઇન્સ્ટાગ્રામ પર સમય આપે છે અને કોની સાથે વાતો કરે છે.
ByteDancનું ટિકટોક અને ગૂગલનું યૂ-ટયૂબ પહેલાંથી જ સેંકડો કેસનો સામનો કરી રહ્યા છે
ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયાના દુષ્પ્રભાવ બાબતે મેટા, ByteDancનું ટિકટોક અને ગૂગલનું યૂ-ટયૂબ પહેલાંથી જ સેંકડો કેસનો સામનો કરી રહ્યા છે. ગયા વર્ષે કેલિફોર્નિયા અને ન્યૂયોર્ક સહિત 33 અમેરિકન રાજ્યોએ કંપની પર પોતાના પ્લેટફોર્મની ભયાનકતા વિશે લોકોને ગેરમાર્ગે કરવા બદલ કેસ દાખલ કર્યો હતો. કેટલાંક મુખ્ય પ્લેટફોર્મ્સ પર 13 વર્ષ અને તેનાથી વધારે ઉંમરના યૂઝર્સને સાઇનઅપ કરવાની મંજૂરી છે. ચાલુ વર્ષે જુલાઈમાં અમેરિકન સેનેટ ધ કિડ્સ સેફ્ટી એક્ટ અને ધ ચિલ્ડ્રન એન્ડ ટીન્સ ઓનલાઇન પ્રાઇવસી પ્રોટેક્શન એક્ટ નામનાં બે ઓનલાઇન સુરક્ષા બિલને આગળ વધાર્યાં છે.