ગુજરાત: IPS અધિકારીએ મહિલાને પ્રેમમાં ફસાવી દુષ્કર્મ આચર્યું
- પરણેલા ન હોવાનું કહીને યુવતીઓને પ્રેમજાળમાં ફસાવવાના કિસ્સા વધ્યા
- IPSના ત્રાસથી કંટાળીને યુવતીએ સમગ્ર ઘટનાની જાણ પતિ અને પરિવારજનોને કરી
- વોટ્સએપ સ્ટેટસમાં પુત્રપ્રેમ વ્યક્ત કરી દેતાં આઇપીએસનો ભાંડો ફુટ્યો
ગુજરાતમાં IPS અધિકારીએ મહિલાને પ્રેમમાં ફસાવી દુષ્કર્મ આચર્યું છે. જેમાં હું પણ પરણ્યો નથી, કહી એક IPS અધિકારીએ મહિલા વકીલને પ્રેમમાં ફસાવી દુષ્કર્મ આચર્યું છે. પોતે પરણેલા ન હોવાનું કહીને યુવતીઓને પ્રેમજાળમાં ફસાવવાના ગુજરાત પોલીસના કિસ્સા વધતા જાય છે.
વોટ્સએપ સ્ટેટસમાં પુત્રપ્રેમ વ્યક્ત કરી દેતાં આઇપીએસનો ભાંડો ફુટ્યો
ઉલ્લેખનીય છે કે વોટ્સએપ સ્ટેટસમાં પુત્રપ્રેમ વ્યક્ત કરી દેતાં આઇપીએસનો ભાંડો ફુટ્યો હતો. પ્રેમભગ્ન યુવતીએ બીજે લગ્ન કરી લીધાં તો લંપટ IPSએ તેને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરવા માંડયું હતુ. આખરે કંટાળીને યુવતીએ સમગ્ર ઘટનાની જાણ પતિ અને સાસરિયાને વાત કરી. તેમણે વાસ્તવિકતા સમજી તેને અત્યાચાર આચનાર IPS સામે કેસ કરવા માટે યુવતીને સાથ આપ્યો હતો. યુવતીને હજુ પણ હેરાન કરી રહેલા IPS સામે કમિશનર, ડીજીપી, મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને વડા પ્રધાન કાર્યાલયમાં લેખિત અને રૂબરૂ ફરિયાદો કરતાં IPSની શાન ઠેકાણે આવી છે. ગુનો દાખલ થવાની શક્યતા તો હજુ પણ ઓછી છે, પરંતુ આઇપીએસની હેરાનગતિ ઓછી થઇ છે.
આ IPS જ્યારે અમદાવાદમાં હતા ત્યારે એક ફરિયાદને એડવૉકેટ યુવતી તેમને 3થી 4 વખત મળી
આખી વાતની પ્રાપ્ત માહિતી મુજબ, ગાંધીનગર ખાતે ફરજ બજાવતા એક આઇપીએસ અધિકારી અગાઉ અમદાવાદમાં નોકરી કરી ચૂક્યા છે. આ IPS જ્યારે અમદાવાદમાં હતા ત્યારે એક ફરિયાદને એડવૉકેટ યુવતી તેમને 3થી 4 વખત મળી હતી. આ દરમ્યાન IPSએ એક દિવસ યુવતી પાસેથી તેનો નંબર મેળવી લીધો હતો. જો કે, યુવતીને ખબર ન હતી કે, IPS અધિકારીને તેને પસંદ કરે છે. થોડાદિવસ બાદ પર્સનલ નંબરથી IPSએ યુવતીને ગુડ મૉનિંગ, ગુડ નાઇટ જેવા મેસેજ કરીને યુવતી સાથે વાતચીત કરતા હતા. એક દિવસ IPSએ યુવતીને કહ્યુ કે, હું સિંગલ છું મને તુ મને ગમે છે મારી સાથે લગ્ન કરવા છે તો આપણે બહાર એક વખત મળીએ.
IPSના ત્રાસથી કંટાળીને યુવતીએ સમગ્ર ઘટનાની જાણ પતિ અને પરિવારજનોને કરી
ત્યારે IPSએ પ્રપોઝ કરીને યુવતીને ઇમ્પ્રેશન કરીને પ્રેમજાળમાં ફસાવી હતી. IPS લગ્નની લાલચ આપીને અવાર નવાર શારિરીક સંબંધ બાંધ્યા હતા. થોડા મહિનાઓ બાદ IPSની બદલી અમદાવાદમાંથી અન્ય જગ્યાએ થઇ હતી. બાદમાં IPS ક્યારેક ક્યારેક યુવતી સાથે વાતચીત કરતા હતા. જો કે, એક દિવસ IPSએ વોટ્સએપ સ્ટેટ્સ પર તેમના દિકરાનો ફોટો મૂકીને માય સન લખ્યુ હતુ અને તે યુવતી જોઇ જતા IPS પરિણીત હોવાનો ભાંડો ફૂટયો હતો. યુવતીએ તાત્કાલિક IPS સાથે સંબંધ તોડી નાંખ્યા હતા અને યુવતીએ અન્ય યુવક સાથે લગ્ન કરીને સાસરીમાં રહેવા જતી રહી હતી. ફરીથી IPSની બદલી ગાંધીનગર ખાતે થતાં તેમણે યુવતીને ફોન કરીને પ્રેમસંબંધ રાખવા દબાણ કરતા હતા. તેમાં IPSના ત્રાસથી કંટાળીને યુવતીએ સમગ્ર ઘટનાની જાણ પતિ અને પરિવારજનોને કરી હતી. આ અંગે યુવતી, તેના પતિ સહિત પરિવારજનોએ PMO, CMO, DG OFFICE અને ગુજરાત સ્ટેટ પોલીસ કમ્પ્લેઇન્ટસ્ ઓથોરિટીને ઇમેલ કરીને જાણ કરી તેમજ લેખિતમાં પણ અરજી આપી છે.