ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: આયુર્વેદિક-હોમિયોપેથીના પ્રથમ રાઉન્ડમાં જાણો કેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો

Text To Speech
  • MD-MS (આયુર્વેદ)માં 601 અને MD-હોમિયોપેથીમાં 303 વિદ્યાર્થી નોંધાયા
  • બીજી તરફ પ્રથમ રાઉન્ડમાં 898 બેઠક ખાલી પડી હતી
  • સરકારી કોલેજની 222 બેઠકનો સમાવેશ થાય છે

આયુર્વેદિક અને હોમિયોપેથીના પ્રથમ રાઉન્ડમાં કુલ 3,869 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. પ્રથમ રાઉન્ડમાં BAMSમાં 2,691 અને BHMSમાં 3,587 મળી કુલ 6,278 વિદ્યાર્થીઓને ગત તા.11મી સપ્ટેમ્બરના રોજ પ્રવેશ ફાળવાયો હતો. આ પૈકી 2,409 વિદ્યાર્થીએ તેમને ફાળવેલા કોલેજમાં પ્રવેશ લેવા માટે રિપોર્ટિંગ જ કરાવ્યું નથી, જેમાં સરકારી કોલેજની 222 બેઠકનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: ગુજરાત: રાજકોટ-અમદાવાદ હાઈવે ઉપર બે ટોલ બંધ થશે, ત્રણ નવા બનશે

બીજી તરફ પ્રથમ રાઉન્ડમાં 898 બેઠક ખાલી પડી હતી

બીજી તરફ પ્રથમ રાઉન્ડમાં 898 બેઠક ખાલી પડી હતી. આમ બીજા રાઉન્ડમાં નોન રિપોર્ટડ તેમજ પ્રથમ રાઉન્ડમાં ખાલી રહેલી NRI અને PWDની બેઠક સહિત જો નવી કોલેજોની મંજૂરી આવશે તો એ બેઠકોનો પણ ઉમેરો થશે. આયુર્વેદિક અને હોમિયોપેથીમાં પ્રવેશ માટે ગત તા.11મી સપ્ટેમ્બરના રોજ પ્રથમ રાઉન્ડના પ્રવેશની ફાળવણી કરાઈ હતી, જે વિદ્યાર્થીઓએ આજે 18મી સુધીમાં પ્રવેશ મેળવી લેવાનો હતો. પ્રથમ રાઉન્ડમાં કુલ 3,869 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે જેમાં BAMSમાં 1,608 અને BHMSમાં 2,261 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. કુલ 2,409 બેઠક નોન રિપોર્ટડ રહી છ. BAMSમાં 1,083 બેઠક નોન રિપોર્ટ છે, જેમાં સરકારી કોલેજની 72 અને ખાનગી કોલેજની 1,011 બેઠકમાં વિદ્યાર્થીઓએ પ્રવેશ ફાળવ્યો હોવા છતાં પ્રવેશ મેળવ્યો નથી. આવી જ રીતે BHMSમાં 1,326 બેઠક નોન રિપોર્ટડ રહી છે, જેમાં સરકારી કોલેજની 150 અને ખાનગી કોલેજની 1,176 બેઠકનો સમાવેશ થાય છે.

MD-MS (આયુર્વેદ)માં 601 અને MD-હોમિયોપેથીમાં 303 વિદ્યાર્થી નોંધાયા

પ્રથમ રાઉન્ડના અંતે ખાલી રહેલી NRI અને PWDની બેઠકો આયુર્વેદમાં 361 અને હોમિયોપેથીમાં 537 છે, જે બીજા રાઉન્ડ દરમિયાન ખાલી રહેશે તો NRIમાંથી મેનેજમેન્ટ ક્વોટામાં કનવર્ટ થશે. PWDની બેઠકો જે તે કેટેગરીમાં કનવર્ટ કરવામાં આવશે. આયુર્વેદિક અને હોમિયોપેથીના પીજી અભ્યાસ ક્રમમાં પ્રવેશ માટે કુલ 904 વિદ્યાર્થી નોંધાયા છે. MD-MS (આયુર્વેદ)માં 601 અને MD-હોમિયોપેથીમાં 303 વિદ્યાર્થી નોંધાયા છે.

Back to top button