કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગ

Video: ભાવનગરમાં દર્દીના સગાએ ડૉક્ટર ઉપર કર્યો હિચકારો હુમલોઃ જાણો શું કારણ હતું?

ભાવનગર, 18 સપ્ટેમ્બર, આપણા દેશમાં ડૉક્ટરને ભગવાનનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે અને ગુજરાતના ભાવનગરમાં ડૉક્ટર પર હુમલાનો કિસ્સો સામે આવ્યો છે. જેને સાંભળીને તમે પણ ચોંકી જશો. ગુજરાતના ભાવનગરની એક ખાનગી હોસ્પિટલમાં ત્રણ યુવકોએ ડોક્ટરને બેરહેમીથી માર માર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હોસ્પિટલના ઈમરજન્સી રૂમમાં જતા પહેલા ડોક્ટરે યુવકને તેમના જૂતા ઉતારવા કહ્યું હતું, જેના પર યુવક ઉશ્કેરાઈ ગયો હતો ત્યારબાદ ગુસ્સામાં ત્યાં હાજર ડોક્ટર અને નર્સિંગ સ્ટાફને ખૂબ માર માર્યો હતો. પોલીસે ત્રણેય યુવકો સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે.

ગુજરાતની એક હોસ્પિટલમાં ડોક્ટરને માર મારવાનો મામલો સામે આવ્યો છે. ભાવનગરના સિહોરની ખાનગી હોસ્પિટલમાં શનિવારે આ ઘટના બની હતી, ખાનગી હોસ્પિટલના ICUમાં તબીબ પર જીવલેણ હુમલાની સનસનાટીભરી ઘટના બની હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ડૉક્ટરને માર મારવામાં આવ્યો કારણ કે તેણે ઇમરજન્સી વોર્ડમાં પ્રવેશતા પહેલા દર્દીના પરિવારના સભ્યોને તેમના ચપ્પલ ઉતારવા કહ્યું હતું. જ્યારે આરોપીએ મહિલાને માથાના ભાગે ઇજા પહોંચાડતા સારવાર માટે હોસ્પિટલે પહોંચ્યા હતા. ત્રણ લોકોએ આ ગુનો કર્યો છે, જેમની પોલીસે ધરપકડ કરી છે.

જાણો સમગ્ર મામલો ?
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે શનિવારે સિહોર શહેરની શ્રેયા હોસ્પિટલ પર થયેલા હુમલામાં સામેલ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના 12 સપ્ટેમ્બરના રોજ બની હતી, જ્યારે આરોપી માથામાં ઈજાગ્રસ્ત મહિલાની સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યો હતો. જ્યારે તે ઈમરજન્સી રૂમમાં દાખલ થયો ત્યારે ડોક્ટરે તેને પગરખાં ઉતારવા કહ્યું. આ પછી તેણે ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફ સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું. આરોપીઓએ ડો.જયદીપસિંહ ગોહિલને માર મારવાનું શરૂ કર્યું. જેમાં ડોકટર ગંભીર રીતે ઘાયલ થયો હતો. ICUમાં રાખવામાં આવેલી દવાઓ અને અન્ય મેડિકલ સાધનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું. આ પછી તેણે ત્યાં હાજર લોકોને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ડોક્ટરની ફરિયાદના આધારે પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

તબીબોએ પોલીસ પાસે સુરક્ષાની માંગ કરી
આરોપીઓની ઓળખ હિરેન ડાંગર, ભવદીપ ડાંગર અને કૌશિક કુવાડિયા તરીકે થઈ છે. આ ઘટના બાદ તબીબોમાં રોષ જોવા મળ્યો હતો. પોલીસ પાસે સુરક્ષાની માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચો…અધધ.. 75 હજારની નજીક પહોંચ્યું સોનું, દિવાળી પહેલાં કરી લો સોનાની ખરીદી

Back to top button