ટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

ભારતીય ટીમનો આ સ્ટાર ખેલાડી થઈ ગયો ફિટ, બાંગ્લાદેશ સામે એક્શન મોડમાં જોવા મળશે

Text To Speech
  • ઈજાના કારણે ખેલાડી NCAમાં રિહેબિંગ કરી રહ્યો હતો, પરંતુ હવે તે સંપૂર્ણપણે ફિટ થઈ ગયો છે

HD ન્યૂઝ ડેસ્ક, 18 સપ્ટેમ્બર: ટીમ ઈન્ડિયા અને ભારતીય ક્રિકેટ ટીમના ચાહકો માટે એક સારા સમાચાર બહાર આવ્યા છે. ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી ટૂંક સમયમાં વાપસી કરવા જઈ રહ્યો છે. ઈજાના કારણે ખેલાડી NCAમાં રિહેબિંગ કરી રહ્યો હતો, પરંતુ હવે તે સંપૂર્ણપણે ફિટ થઈ ગયો છે અને એક્શનમાં પરત ફરવા માટે તૈયાર છે. આ ખેલાડી બીજું કોઈ નહીં પણ સૂર્યકુમાર યાદવ છે.

ભારતીય ક્રિકેટ ટીમ ટૂંક સમયમાં એક્શનમાં જોવા મળશે. ટીમ ઈન્ડિયા 19 સપ્ટેમ્બરે બાંગ્લાદેશ સામે પ્રથમ ટેસ્ટ મેચ રમવા મેદાનમાં ઉતરશે. આ મેચ ચેન્નાઈમાં યોજાવાની છે. ટીમ ઈન્ડિયા માટે આ સીરીઝ ઘણી મહત્ત્વની બની રહી છે. બે મેચની ટેસ્ટ સીરીઝ બાદ ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ સામે ટી20 સીરીઝ રમશે.

surya
@Suryakumar Yadav

કઈ ટૂર્નામેન્ટ દરમિયાન સૂર્યકુમાઈજાગ્રસ્ત થયો હતો?

ઈન્ડિયા T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ અંગૂઠાની ઈજામાંથી સ્વસ્થ થઈ ગયો છે અને ગુરુવારથી અનંતપુરમાં શરૂ થનારી દુલીપ ટ્રોફીના ત્રીજા અને અંતિમ રાઉન્ડમાં ઈન્ડિયા A સામે ઈન્ડિયા C રમશે. સૂર્યકુમાર યાદવને દુલીપ ટ્રોફીના પ્રથમ બે રાઉન્ડમાંથી બહાર થવું પડ્યું હતું કારણ કે ગયા મહિને TNCA XI સામે મુંબઈની બુચી બાબુ ટૂર્નામેન્ટ મેચ દરમિયાન તેના જમણા અંગૂઠામાં ઈજા થઈ હતી. જોકે હવે તે સંપૂર્ણ રીતે ફિટ છે.

ટીમ ઈન્ડિયા માટે સારા સંકેત 

ઈજામાંથી સાજા થયા બાદ સૂર્યકુમાર યાદવનું પુનરાગમન ટીમ ઈન્ડિયા માટે સારો સંકેત છે, કારણ કે તે ગ્વાલિયરમાં 6 ઓક્ટોબરથી શરૂ થનારી બાંગ્લાદેશ સામેની ત્રણ મેચની T20 હોમ સિરીઝમાં રાષ્ટ્રીય ટીમનું નેતૃત્વ કરશે. મંગળવારના રોજ કારમાં બેંગલુરુથી અનંતપુર જઈ રહેલા સૂર્યકુમારે પોતાની એક તસવીર પોસ્ટ કરી કેપ્શનમાં લખ્યું કે, “નેક્સ્ટ સ્ટોપ: અનંતપુર.” તેની પોસ્ટ પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે, તે ફિટ છે અને ફરી એકવાર એક્શનમાં જોવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. રોહિત શર્મા બાદ સૂર્યા ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ સંભાળી રહ્યો છે.

આ પણ જૂઓ: સચિન કે સહેવાગ નહીં પણ આ ખેલાડી છે સૌથી વધુ મેન ઓફ ધ સિરીઝ એવોર્ડ વિનર

Back to top button