તમારું મોબાઈલ બિલ ઘટી જશે! દેશમાં બનશે પાંચ કરોડ Wi-Fi હોટસ્પોટ
નવી દિલ્હી – 18 સપ્ટેમ્બર : પીએમ મોદી દેશના દરેક નાગરિકને ડિજિટલ રીતે કનેક્ટ કરવા માંગે છે. જો કે, મોંઘા રિચાર્જ પ્લાન આ પ્રયાસમાં બાધારૂપ છે. આ જ કારણ છે કે મોદી સરકાર એક નવી યોજના લઈને આવી છે, જે અંતર્ગત દેશભરમાં 5 કરોડ PM-Wi-Fi હોટસ્પોટ લગાવવામાં આવશે. આ માટે સરકારે પીએમ-વાણી ફ્રેમવર્ક ગાઈડલાઈન્સમાં સુધારો કર્યો છે. સરકારના આ ફેરફાર બાદ કોઈપણ નાગરિક પોતાના વિસ્તારમાં વ્યક્તિગત વાઈ-ફાઈ હોટસ્પોટ સ્થાપિત કરી શકશે.
PM Vani Wi-Fi શું છે?
હાલ સમગ્ર દેશમાં મોબાઈલ ટાવર દ્વારા મોબાઈલ ડેટા ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. પરંતુ દેશના ઘણા એવા વિસ્તારો છે જ્યાં મોબાઈલ ટાવરની હાજરી ઓછી છે. આવી સ્થિતિમાં મોબાઈલમાં નેટવર્ક આવતા નથી. તેથી મોબાઈલ કોલિંગ અને ઈન્ટરનેટ ઉપયોગમાં સમસ્યા થાય છે. પરંતુ હવે પીએમ વાણી વાઈ-ફાઈ યોજના દ્વારા સરકાર દરેક વિસ્તારમાં બ્રોડબેન્ડ વાઈ-ફાઈ હોટસ્પોટ બનાવી રહી છે, જે મોટા વિસ્તારમાં પોસાય તેવા ભાવે ઈન્ટરનેટ સુવિધા પૂરી પાડશે. સરકારનું માનવું છે કે આ પરિવર્તનની મોટી અસર મોબાઈલ ઈન્ટરનેટની દુનિયામાં જોવા મળશે. આ સાથે દેશભરમાં લાખો માઈક્રો વાઈ-ફાઈ હોટસ્પોટ બનાવવામાં આવશે. આ સાથે મોબાઈલ ટાવરની સરખામણીમાં બ્રોડબેન્ડ દ્વારા સસ્તો ઈન્ટરનેટ ડેટા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
મેટા, ગૂગલ, એમેઝોન, ટીસીએસ જેવી ટેલિકોમ કંપનીઓનું પ્રતિનિધિત્વ કરતી બ્રોડબેન્ડ ઈન્ડિયા ફોરમ (BIF)ના રિપોર્ટ અનુસાર, ટેલિકોમ કંપનીઓ દ્વારા આપવામાં આવેલાં નિવેદનો યોગ્ય નથી. BIFએ કહ્યું કે પીએમ-વાણી એક મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ છે અને તેના કારણે સરકારને આવકમાં કોઈ નુકસાન થશે નહીં. BIF માને છે કે 5 કરોડ PM-Vani હોટસ્પોટ્સ સ્થાપવાથી ટેલિકોમ કંપનીઓ બેન્ડવિડ્થના વેચાણમાંથી વાર્ષિક રૂ. 60,000 કરોડની વધારાની આવક ઊભી કરવામાં સક્ષમ બનશે.
આ પણ વાંચો : મહારાષ્ટ્રના ભિવંડીમાં ગણેશ વિસર્જન દરમિયાન પથ્થરબાજી, રાજસ્થાનના બારામાં પણ હિંસક અથડામણ