દુબઇથી સાઇબર ક્રાઇમનું નેટવર્ક ચલાવતો મહંમદ જુનેદ અમદાવાદ એરપોર્ટથી ઝડપાયો
- દુબઈની ગેંગ સામે 11 રાજ્યોમાં 23 FIR નોંધાઈ છે
- 4 રાજ્યોમાં 12 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે
- અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષા એજન્સીએ દબોચી લીધો
દુબઇથી સાઇબર ક્રાઇમનું નેટવર્ક ચલાવતો મહંમદ જુનેદ અમદાવાદ એરપોર્ટથી ઝડપાયો છે. શેર માર્કેટમાં ઈન્વેસ્ટમેન્ટ તેમજ ઓન લાઈન પાર્ટ ટાઈમ જોબ અપાવાના બહાને સાઈબર ભેજાબાજો દ્વારા નાગરિકો સાથે આયોજન પૂર્વકની ઠગાઈ કરવામાં આવી રહી છે. આ પ્રકારે ફ્રોડનો શિકાર બનાવનાર અને સાયબર ક્રાઈમ સેલમાં વોન્ટેડ આરોપી મહંમદ જુનેદ અહેમદમીયા મલેક (ઉ.વ.31) રહે, આણંદ દુબઈથી અમદાવાદ એરપાર્ટ આવ્યો હતો.
આ પણ વાંચો: ગુજરાત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો કયા ખાબકશે મેઘ
અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષા એજન્સીએ દબોચી લીધો
વડોદરા પોલીસે જાહેર કરેલી લૂક આઉટ નોટિસના આધારે અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષા એજન્સીએ દબોચી લીધો હતો. દુબઈથી નેટવર્ક ચલાવતો જુનેદ ભારતના મિત્રો પાસેથી બેંક એકાઉન્ટ અને મોબાઈલ ફોનના સિમકાર્ડ મંગાવી લેતો હતો જે ઉપયોગ કરવા માટે દુબઈ નિવાસી ચાઈનીસ દુભાષિયાને આપતો હતો. આ ષયડંત્રમાં અત્યાર સુધી 4 રાજ્યોમાંથી કુલ 12 આરોપીઓ ગિરફતાર થઈ ચુક્યા છે. દુબઈમાંથી નેટવર્ક ચલાવતી ટોળકી સામે અત્યાર સુધીમાં દેશના 11 રાજ્યોમાં કુલ 23 એફ.આઈ.આર. નોંધાઈ ચુકી છે.
4 રાજ્યોમાં 12 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે
આણંદ બોરસદના આરોપી મહંમદ જુનેદ અહેમદમીયા મલેક સાથે બીજા કેટલા સાગરીતો જોડાયેલા છે. ઓનલાઇન છેતરપિંડીના કેસમાં વડોદરા પોલીસે LOC કાઢી હતી . આયોજન પૂર્વકની ઠગાઈમાં અત્યાર સુધી 4 રાજ્યોમાં 12 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે.