અમેરિકામાં વર્ષો રહ્યાં બાદ ગ્રીનકાર્ડ માટે બોગસ પાસપોર્ટ બનાવ્યો અને અમદાવાદ આવતા ઝડપાયો
- આરોપી અમેરિકામાં એક સ્ટોરમાં નોકરી કરતો હતો
- ન્યીજર્સીમાં 24 વર્ષ રહ્યા બાદ ગ્રીનકાર્ડ મેળવવા બોગસ પાસપોર્ટ બનાવ્યો
- પોલીસે આણંદના યુવકની ધરપકડ કરીને એસઓજીને સોંપ્યો
અમેરિકામાં વર્ષો રહ્યાં બાદ ગ્રીનકાર્ડ માટે બોગસ પાસપોર્ટ બનાવ્યો અને અમદાવાદ આવતા ઝડપાયો છે. ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અમેરિકાથી બોગસ પાસપોર્ટ પર અમદાવાદ આવેલ યુવકને ઇમિગ્રેશન ઓફ્સિરે ઝડપી લીધો હતો. ત્યારબાદ આ અંગે ઇમિગ્રેશન અધિકારીની ફરિયાદના આધારે એરપોર્ટ પોલીસે આણંદના યુવકની ધરપકડ કરીને એસઓજીને સોંપ્યો હતો.
આ પણ વાંચો: Fastagમાં વાહન માલિકોને વારંવાર રિચાર્જ કરાવવાથી મળશે છુટકારો, જાણો કેવી રીતે
અમેરિકામાં ન્યીજર્સીમાં 24 વર્ષ રહ્યા બાદ ગ્રીનકાર્ડ મેળવવા બોગસ પાસપોર્ટ બનાવ્યો
એસઓજીએ આરોપીની પૂછપરછ કરતા તે અમેરિકામાં ન્યીજર્સીમાં 24 વર્ષ રહ્યા બાદ ગ્રીનકાર્ડ મેળવવા બોગસ પાસપોર્ટ બનાવ્યો હતો. તેમજ વર્ષ 2001માં એજન્ટ દ્વારા પાસપોર્ટના આધારે ગ્વાટેમાલા ગયો અને ત્યાંથી ગેરકાયદેસર મેક્સિકોની બોર્ડર ક્રોસ કરીને અમેરિકામાં ઘૂસણખોરી કરી હતી. હાલમાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે અલ્પેશકુમાર પટેલની ધરપકડ કરીને સમગ્ર તપાસ એસઓજીને સોંપી હતી. જેમાં આરોપીની પૂછપરછ કરતા યુપીના મુસ્લિમ યુવકના ગુમ થયેલ પાસપોર્ટના આધારે અમદાવાદ આવ્યો હતો. તેમજ અમેરિકામાં 24 વર્ષ રહ્યા બાદ ગ્રીન કાર્ડ મેળવવા યુવકે બોગસ પાસપોર્ટ બનાવ્યો હતો.
આરોપી અમેરિકામાં એક સ્ટોરમાં નોકરી કરતો હતો
આરોપી અમેરિકામાં એક સ્ટોરમાં નોકરી કરતો હતો. વર્ષ 2017માં સપના પટેલ નામની યુવતીના સંપર્કમાં આવતા બંન્નેએ લગ્ન કર્યા હતા અને તેમને અમેરિકામાં 2 સંતાન છે. સપના અમેરિકામાં ગ્રીન કાર્ડ ધરાવે છે. જ્યારે અલ્પેશ ગેરકાયદેસર આવ્યો હોવાથી અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવી સ્થાયી થવા માટે ન્યૂજર્સીના એક એજન્ટ દ્વારા ભારતીય નકલી પાસપોર્ટ બનાવીને ભારત પરત ર્ફ્યો હતો. અને પોતાની પત્નીના આધારે કાયદેસર વિઝા મેળવીને અમેરિકા પરત જવાનો હતો. પરંતુ અલ્પેશ પટેલ ખુદ જ ભરાઇ ગયો છે.