અમદાવાદ: લવ જેહાદ મામલે પકડાયેલા મોહંમદ શાહબાઝે કર્યા ચોંકાવનારા ખુલાસા
- આરોપી સામે બન્નાદેવી, અલીગઢ, ઉત્તર પ્રદેશ ખાતે પણ આવા ગુના નોંધાયા
- પોલીસે આરોપી મોહંમદ શાહબાઝને કોર્ટમાં રજૂ કરીને વધુ ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા
- ગુનામાં વાપરેલ સિમકાર્ડ જમ્મુ-કાશ્મીર ખાતેથી મેળવ્યું હતુ
અમદાવાદમાં લવ જેહાદ મામલે પકડાયેલા મોહંમદ શાહબાઝે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. જેમાં આરોપી શાહબાઝે યુવતીઓને ફસાવવા જમ્મુ-કાશ્મીરથી સિમકાર્ડ મેળવ્યું હતું. લવ જેહાદ મામલે પકડાયેલા મોહંમદ શાહબાઝે નકલી મેજર તરીકેની ઓળખ ઊભી કરી સંખ્યાબંધ હિન્દુ યુવતીઓને શાદી ડોટ ડોમ મારફ્તે ફ્સાવી દુષ્કર્મ ગુજાર્યુ હોવાનો ખુલાસો થયો છે. આરોપીની તપાસમાં બહાર આવ્યુ છે કે, ગુનામાં વાપરેલ સિમકાર્ડ જમ્મુ-કાશ્મીર ખાતેથી મેળવ્યું હતુ.
આ પણ વાંચો: અમદાવાદમાં બુટલેગરો બેફામ, ઓટો રિક્ષા લઈને દારૂની હોમ ડિલિવરી કરાઈ
પોલીસે આરોપી મોહંમદ શાહબાઝને કોર્ટમાં રજૂ કરીને વધુ ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા
શહેર પોલીસે આરોપી મોહંમદ શાહબાઝને કોર્ટમાં રજૂ કરીને વધુ ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસે આરોપીના મોબાઈલમાં કોલ ડિટેઈલની તપાસ કરતા મુંબઇ, ગુડગાંવ, દિલ્હી, કોલકાત્તા, ઇન્દોર, સીલીગુડ્ડીની મહિલાઓનો સંપર્ક કર્યો હોવાનું ખૂલ્યું છે. લવ જેહાદ મામલે પકડાયેલ આરોપી મોહમદ શેહબાઝ મુસ્તાકઅલી ખાનને રેલવે પોલીસે ઝડપી લઇ રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂરા થતા તેને વધુ રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં સરકારી વકીલ જયેશ યાદવે રિમાન્ડ અરજી અંગે એવી રજૂઆત કરી હતી કે, આરોપીએ શાદી ડોટ કોમ પર હર્ષિત ચૌધરી નામના બોગસ ડોક્યુમેન્ટના આધારે બનાવટી પ્રોફઇલ બનાવી હિન્દુ યુવતીઓને ભોગ બનાવી છે તે મામલે તપાસ કરવાની છે.
આરોપી સામે બન્નાદેવી, અલીગઢ, ઉત્તર પ્રદેશ ખાતે પણ આવા ગુના નોંધાયા
આરોપી જે સીમ કાર્ડનો ઉપયોગ ગુનાના કર્યો છે તે તેણે ઓક્ટોબર 2019માં ખરીદ્યુ હતુ તે સીમ કાર્ડ જાહિદ મોહમદના નામનુ છે તો તે વ્યક્તિ કોણ છે, કઇ રીતે બીજાના નામે સિમ કાર્ડ મેળવ્યું, આરોપીએ હર્ષિત ચૌધરીના બોગસ દસ્તાવેજ કેવી રીતે બનાવ્યા, તેણે બોગસ દસ્તાવેજ બનાવ્યા તે ખરેખર કોના છે, આરોપી ખોટું આધાર કાર્ડ કઢાવવા રાજસ્થાનના ભરતપુર સીએચસી સેન્ટર ગયો હતો તો ત્યાંના કોઇ કર્મચારીની સંડોવણી છે કે નહીં, આરોપીએ લોપટોપની મદદથી મેજરનું આઈકાર્ડ બનાવ્યું હતું તે લેપટોપ ક્યાં છે, આરોપી ટ્રેન અને ફ્લાઇટમાં અલગ અલગ જગ્યાએ મુસાફરી કરી હતી તો તે ક્યાં ક્યાં ર્ફ્યો હતો, આરોપીએ દિલ્હી આર્મી યુનિટમાં તેના સ્ત્ર્રી મિત્ર સાથે રેસ્ટ હાઉસમાં હર્ષિત ચૌધરી, મેજર તરીકે એન્ટ્રી કરી હતી તો દિલ્હી જઇ તપાસ કરવાની છે, આરોપી સામે બન્નાદેવી, અલીગઢ, ઉત્તર પ્રદેશ ખાતે પણ આવા ગુના નોંધાયા છે.