અમદાવાદમાં બુટલેગરો બેફામ, ઓટો રિક્ષા લઈને દારૂની હોમ ડિલિવરી કરાઈ
- શહેરમાં દારૂની હોમ ડિલિવરીનો પોલીસે પર્દાફાશ કર્યો
- દારૂની ડિલિવરી કરવા આવેલા રિક્ષાચાલકની શોધખોળ હાથ ધરી
- પોલીસે દારૂની બોટલ મંગાવનાર યુવકને ઝડપી પાડયો હતો
અમદાવાદમાં બુટલેગરો બેફામ થયા છે. જેમાં ઓટો રિક્ષા લઈને દારૂની હોમ ડિલિવરી કરાઈ છે. શહેરમાં વિદેશી દારૂનું વેચાણ કેટલુ સહેલાઈથી થઈ રહ્યુ છે તેનો આ બનાવ સાબિતી આપે છે. તેમાં બોડકદેવ પોલીસ સ્ટેશનથી 500 મીટર દૂર દારૂની હોમ ડિલિવરી કરીને બુટલેગરનો સાગરીત પોલીસને જોઇને નાસી ગયો હતો. પરંતુ પોલીસે દારૂની બોટલ મંગાવનાર યુવકને ઝડપી પાડયો હતો.
આ પણ વાંચો: ગુજરાત: બેટ દ્વારકાના દરિયાકિનારે બિનવારસી અફઘાની ચરસ મળ્યું
દારૂની ડિલિવરી કરવા આવેલા રિક્ષાચાલકની શોધખોળ હાથ ધરી
બીજી તરફ, પોલીસે દારૂની ડિલિવરી કરવા આવેલા રિક્ષાચાલકની શોધખોળ હાથ ધરી છે. દારૂની ડિલિવરી કરવા આવનાર મુકેશને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથધરી છે. મહત્વનું છે કે, શહેરમાં દારૂની ડિલિવરી કરવા માટે હવે બુટલેગરોએ અવનવા કીમિયાઓ અપનાવવાનું શરૂ કર્યુ છે. થોડા દિવસો અગાઉ પકવાન ચાર રસ્તા પાસે એક બુટલેગર સગીર બાળકો મારફતે દારૂની ડિલિવરી કરતા ઝડપાયો હતો ત્યારે હવે બોડકદેવ પોલીસ સ્ટેશનથી 500 મીટર દૂર એક રીક્ષા ચાલક પ્લાસ્ટિકની થેલીમાં દારૂની બોટલ મૂકીને અમિત સોની નામના યુવકને ડિલિવરી કરવા આવ્યો હોવાની બાતમી પોલીસને મળી હતી. જેથી પોલીસે ત્યાં પહોંચતા દારૂની બોટલ આપીને રિક્ષા મૂકીને ચાલક ત્યાંથી ભાગી ગયો હતો.
શહેરમાં દારૂની હોમ ડિલિવરીનો પોલીસે પર્દાફાશ કર્યો
પોલીસે યુવકને દારૂની બોટલ સાથે ઝડપી પાડયો હતો. બીજી તરફ, દારૂની ડિલિવરી કરવા આવેલ મુકેશને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. મહત્વનું છે કે, બુટલેગરો હોમ ડિલિવરી કરવા માટે સાગરીતોને એક ડિલિવરી દીઠ 200થી 300 રૂપિયા આપે છે. આમ શહેરમાં દારૂનું વેચાણ અવિરત ચાલ્યા કરે છે. જેમાં શહેરમાં હવે દારૂની હોમ ડિલિવરીનો પોલીસે પર્દાફાશ કર્યો છે.