ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે PM Modiને જન્મદિવસની શુભેચ્છા પાઠવી
- X પોસ્ટના માધ્યમથી CM ભૂપેન્દ્ર પટેલે શુભેચ્છા પાઠવી છે
- પીએમ મોદી સવારે 9 વાગે ગાંધીનગરથી એરપોર્ટ જવા રવાના થશે
- પીએમ મોદી એરપોર્ટથી સીધા જ ઓડીશા કાર્યક્રમમાં ભાગ લેવા જશે
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે PM Modiને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. જેમાં X પોસ્ટના માધ્યમથી CM ભૂપેન્દ્ર પટેલે શુભેચ્છા પાઠવી છે. જેમાં આપનો અભિગમ અમારા સૌ માટે પ્રેરણાનો અનંત સ્ત્રોત, આજે ભારતને વિશ્વના દેશોમાં ગૌરવપૂર્ણ ઓળખ અપાવી તેવું લખાણ લખ્યું છે.
વિશ્વના સર્વાધિક લોકપ્રિય રાજનેતા, વિકસિત ભારતના સ્વપ્નદ્રષ્ટા, ભારતના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને જન્મદિવસની હાર્દિક શુભકામના પાઠવું છું.
ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને ભારતના વડાપ્રધાન સુધીનું આપનું પરિશુદ્ધ જાહેરજીવન, દેશહિતને સૌથી ઉપર મૂકવાની આપની… pic.twitter.com/hD6kUda1HH
— Bhupendra Patel (@Bhupendrapbjp) September 17, 2024
પીએમ મોદી સવારે 9 વાગે ગાંધીનગરથી એરપોર્ટ જવા રવાના થશે
પીએમ મોદીનો આજે જન્મ દિવસ છે. જેમાં પીએમ મોદી ગુજરાતથી રવાના થશે. પીએમ મોદી સવારે 9 વાગે ગાંધીનગરથી એરપોર્ટ જવા રવાના થશે. પીએમ મોદી એરપોર્ટથી સીધા જ ઓડીશા કાર્યક્રમમાં ભાગ લેવા જશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે મંત્રીઓ એરપોર્ટ પર શુભેચ્છા પાઠવશે. મંત્રીમંડળના સભ્યો અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા છે. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળેલી ભેટોનું પ્રદર્શન કરવામાં આવશે. તેમાં PM નરેન્દ્ર મોદીને મળેલી 604 ભેટની હરાજી પણ કરાશે. દર વર્ષે PMના જન્મદિવસથી હરાજી શરૂ થાય છે. તેમાં ઈ-ઓક્શન દ્વારા PMને મળેલી ભેટોની હરાજી થાય છે.
પેરિસ ઓલિમ્પિક ખેલાડીઓ પાસેથી મળેલી ભેટ મોંઘી છે
આજથી 1 ઓક્ટોબર સુધી હરાજી ચાલશે. તેમાં પેરિસ ઓલિમ્પિક ખેલાડીઓ પાસેથી મળેલી ભેટ મોંઘી છે. ખેલાડીઓના શૂઝની કિંમત 8.25 લાખ રખાઈ છે. લોકો ઓનલાઈન પણ ખરીદી કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. PMને દેશ અને વિદેશમાં મળેલી ભેટોની હરાજી થશે. આ ભેટોમાં ભગવાન રામની મૂર્તિ સહિતની ભેટો છે. તેમાં અયોધ્યા રામ મંદિરની પ્રતિકૃતિ સહિત અનેક ભેટો છે. તેમજ આજે PM નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર સેન્ડ આર્ટિસ્ટે આર્ટ બનાવ્યું છે. તેમાં સુદર્શન પટનાયકે રેતી પર PM મોદીનું ચિત્ર બનાવ્યું છે. સુદર્શન પટનાયકે જન્મદિવસની શુભેચ્છાઓ આપી છે.