ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

આ શિક્ષકને પણ લાગ્યો રીલ બનાવવાનો ચસકોઃ જૂઓ મજાનો વીડિયો

Text To Speech
  • શિક્ષક પોતે જ ક્લાસનાં બાળકો સાથે બંધ રૂમમાં ભોજપુરી અને મગહી ગીતોની રીલ બનાવતા જોવા મળ્યા

જમુઈ, 16 સપ્ટેમ્બર: બિહારના જમુઈ મ્યુનિસિપલ કાઉન્સિલ વિસ્તારના ખૈરમા સ્થિત મિડલ સ્કૂલ ખૈરમામાં કામ કરતા શિક્ષક બુદ્ધ પ્રકાશનો હાલના દિવસોમાં ઈન્સ્ટાગ્રામ પર રીલ બનાવતો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. એવું કહી શકાય કે આજકાલ યુવાનોમાં સોશિયલ મીડિયા પર રીલ અને શોર્ટ વીડિયો બનાવવાનો ક્રેઝ છે. બીજી તરફ વિદ્યાના મંદિરમાં કોઈ બીજુ નહીં પરંતુ શિક્ષક જ ક્લાસના બાળકો સાથે બંધ રૂમમાં ભોજપુરી અને મગહી ગીતોની રીલ બનાવતા જોવા મળ્યા હતા.

જૂઓ આ વીડિયો

આ મામલે જિલ્લા શિક્ષણાધિકારીએ શું કહ્યું?

વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, કેવી રીતે શિક્ષક ગીતના બોલ સાંભળીને ડાન્સ કરવાનો પ્રયાસ કરે છે. સમગ્ર મામલા અંગે જિલ્લા શિક્ષણાધિકારી રાજેશ કુમારે જણાવ્યું કે, આ બાબત તેમના ધ્યાન પર લાવવામાં આવી છે. શિક્ષકો બાળકોને ભણાવતા નથી અને આવા વિડીયો બનાવીને આવકનો સ્ત્રોત બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ માટે તપાસ ટીમ બનાવવામાં આવી છે અને સમગ્ર શાળાની તપાસ કરવામાં આવી રહી છે. તપાસમાં જે પણ તથ્યો સામે આવશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. શિક્ષક બુદ્ધ પ્રકાશનું કહેવું છે કે, તેમને બાળકોએ શીખવ્યું હતું કે રીલ બનાવ્યા પછી લોકોમાં તેમની ઓળખાણ વધશે. લોકો જાણવા લાગશે અને ઈન્સ્ટાગ્રામ-સોશિયલ મીડિયા પર ફોલોઅર્સ વધશે જેમાંથી પૈસા પણ કમાઈ શકાશે.

આ પણ જૂઓ: કાશ્મીરમાં આતંકીને ઠાર મારવાનો વીડિયો વાયરલ, જૂઓ કેવી રીતે મૃત્યુના ડરથી ભાગ્યો

Back to top button