સુરતમાં દોઢ વર્ષની બાળકી ગળી ગઈ મેગ્નેટિક માળાઃ પછી શું થયું જાણો
સુરત: 16 સપ્ટેમ્બર, બાળકો ગમે ત્યાં અને ગમે તે રીતે રમતાં હોય છે. તેમનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે. બાળકોની સારસંભાળ રાખવી ખૂબ જ જરૂરી છે. સુરતમાં માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુરતના ડીંડોલી વિસ્તારમાં એક આવી જ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. સુરતના ડીંડોલી વિસ્તારમાં દોઢ વર્ષની બાળકી મેગ્નેટિક માળા ગળી ગઈ હોવાની ઘટના સામે આવી છે. જે પછી બાળકીની તબિયત લથડી હતી. ત્યારબાદ તેણે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. સ્મીમેર હોસ્પિટલમાં તેની સફળ સર્જરી કરવામાં આવી હતી.
ડીંડોલીમાં શ્રમજીવી પરિવારની પુત્રી દોઢ વર્ષની અનન્યા મેગ્નેટિક મણકા ગળી ગઈ હતી. તેને ઊલટી તથા પેટમાં દુઃખાવો થતાં પરિવાર નજીકના દવાખાને સારવાર માટે લઈ ગયો હતો. જ્યાં બે-ત્રણ દિવસની સારવાર લીધા બાદ પણ બાળકીને ઉલ્ટી તથા પેટનો દુઃખાવો બંધ થયો નહતો. તેથી પરિવારજનો વધુ સારવાર માટે 27મી ઓગસ્ટના રોજ બાળકીને સ્મીમેર હોસ્પિટલ લઈને આવ્યા હતા. જ્યાં તેણીનો પેટનો એકક્ષ-રે કઢાવતા ખબર પડી કે બાળકીના પેટમાં મણકાની માળા છે. તેથી તેણીને વધારે સારવાર માટે સર્જરી વિભાગમાં શિફ્ટ કરવામાં આવી હતી. તબીબોએ સર્જરી કરીને બાળકીના પેટમાંથી માળા કાઢી છે.
તબીબો ત્રણ કલાકમાં સફળ સર્જરી કરી માળા બહાર કાઢવામાં આવી છે. માળાને લઈ બાળકીના આંતરડાની દિવાલમાં કાણા પણ પડી ગયા હતા. માળાના મણકા જઠરની દીવાલમાં ખૂંપી ગયા હતા. જેના કારણે તાત્કાલિક ઓપન લેપ્રોટોમી, ટાંકાવાળું પેટનું ઓપરેશન કરવાનું નક્કી કર્યું હતું. ઓપરેશન દરમિયાન જાણવા મળ્યું કે દર્દીની જીઆઈ સિસ્ટમ એક બોલની જેમ ચીપકી ગઈ હતી. જેને છૂટા પડતાં જીઆઈ સિસ્ટમમાં વિવિધ ભાગોમાં 10 કાણાં પાડેલા હતા, જ્યાં મેગ્નેટિક મણકા ચોંટેલા હતા. બાદમાં બાળકીનાં શરીરમાંથી 18 જેટલા મેગ્નેટિક મણકા બહાર કાઢવામાં આવ્યા. આ તમામ કાણાનું રિપેર કરી દર્દીનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. બાળકીને રવિવારે 12 દિવસ બાદ સંપૂર્ણ સારવાર આપી સ્વસ્થ હાલતમાં રજા આપવામાં આવી છે. ડોક્ટરોએ બાળકીના આંતરડાની સર્જરી કરી બાળકનો જીવ બચાવી લીધો છે.
આ પણ વાંચો…દીપડાનો હુમલો: ગીર ગઢડામાં 4 વર્ષની બાળકી બની દીપડાનો શિકાર