અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

રાજયમાં કોરોનાના કેસમાં આંશિક રાહત, જાણો! આજના કેસ

Text To Speech

ગાંધીનગર:  રાજ્યમાં કોરોનાના કેસ માં આજે ધરખમ ઘટાળો જોવા મળ્યો છે. આજે રાજય માં કોરોના કેસ માં ઘટાડો જોવા મળ્યો છે. આજે ગુજરાત રાજય માં છેલ્લા 24 કલાકમાં 606 કેસ નોધાયા છે.અને આજે કોરોના સંક્રમણથી 729 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી આજે એક દર્દીઓનું મોત થયું છે. આ સાથે કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.62 ટકા થઈ ગયો છે.

કોરોના કેસ

જોકે, જિલ્લા અને કોર્પોરેશન મુજબ કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 172 અને એક નું મૃત્યું થયું છે. મહેસાણામાં 75, વડોદરા કોર્પોરેશન 48, સુરત 39,સુરત કોર્પોરેશન 38,ગાંધીનગર 27,વડોદરા 25,રાજકોટ કોર્પોરેશન 19,કચ્છ 16,ગાંધીનગર કોર્પોરેશન 13,મોરબી 13,વલસાડ 12,ભાવનગર કોર્પોરેશન 11,પાટણ 10,અરવલ્લી 8,સાબરકાંઠા 8,સુરેન્દ્રનગર 8,તાપી 7,રાજકોટ 6,અમેરલી 5,જામનગર કોર્પોરેશન 5,નવસારી 5,અમદાવાદ 4,આણંદ 4,ભરૂચ 4,ગીર સોમનાથ 4, મહીસાગર પોરબંદર 4, બનાસકાંઠા 3,ખેડા 3,જામનગર 2,પંચમહાલ 1,ભાવનગર 1,દેવભૂમિ દ્વારકા 1, એમ કુલ 606 કેસ નોંધાયા છે.

કોરોના કેસ
કોરોના કેસ માં ધરખમ ઘટાળો

ગુજરાત રાજય માં કોરોના કેસ માં ઘટાળો

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો ની વાત કરીએ તો રાજ્ય માં હાલ 6400 એક્ટિવ કેસ છે. જેમાંથી 13 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 6400 દર્દીઓ ની હાલત સ્થિર છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,38,393 દર્દીઓ મ્હાત આપી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 10,971 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

જો રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 2,74,983 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 1684 ને રસીનો પ્રથમ અને 5064 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 15-17 વર્ષના લોકો પૈકી 194 ને રસીનો પ્રથમ અને 876 ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 36390 લોકોને પ્રીકોર્શન ડોઝ આપવામાં આવ્યો છે. 12-14 વર્ષના લોકો પૈકી 2588 ને રસીનો પ્રથમ અને 3074 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-59 વર્ષના લોકોને 225113 પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 11,68,47,239 રસીના ડોઝ આપવામાં આવ્યો છે.

Back to top button