ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: વડાપ્રધાન મોદીના હસ્તે RE ઇન્વેસ્ટની શરૂઆત, 25 હજાર પ્રતિનિધિ સાથે 200થી વધુ સ્પીકર્સે ભાગ લીધો

  • PM મોદીના હસ્તે ગુજરાત ચોથી ગ્લોબલ RE ઇન્વેસ્ટનો પ્રારંભ કરવામાં આવ્યો
  • ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, જર્મની અને નોર્વેના પ્રતિનિધીઓ સહભાગી થયા
  • ગુજરાતની આ ધરતી પર મધુક્રાંતિ, સૂર્યક્રાંતિની શરૂઆત થઇ: PM Modi

ગાંધીનગરમાં મહાત્મા મંદિર PM મોદીના હસ્તે RE ઇન્વેસ્ટની શરૂઆત કરવામાં આવી છે. PM મોદીના હસ્તે ગુજરાત ચોથી ગ્લોબલ RE ઇન્વેસ્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ઇવેન્ટમાં 40થી વધુ સત્રોનું આયોજન કરાયું છે. આ ઇવેન્ટમાં 5 પ્લેનરી ચર્ચાઓ, 115થી વધુ B2B મિટિંગ કરવામાં આવી છે. 25 હજાર પ્રતિનિધિ, 200થી વધુ સ્પીકર્સે ભાગ લીધો છે.

ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, જર્મની અને નોર્વેના પ્રતિનિધીઓ સહભાગી થયા

ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, જર્મની અને નોર્વે સહભાગી થયા છે. જેમાં USA, UK, બેલ્જિયમનું પ્રતિનિધિમંડળ, ઓમાન, UAEનું પ્રતિનિધિમંડળ પણ હાજર રહ્યા છે. આ આ ઇવેન્ટમાં PM મોદી સાથે રાજ્યપાલ અને ગુજરાતના CM ઉપસ્થિત રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત સરકારના નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય (MNRE) દ્વારા આયોજિત ચોથી RE-ઇન્વેસ્ટ ગ્લોબલ રિન્યુએબલ એનર્જી મીટ એન્ડ એક્સ્પો (RE-INVEST)નું ઉદ્ઘાટન કર્યું છે. આ કાર્યક્રમ આજથી એટલે કે 16થી 18 સપ્ટેમ્બર, 2024 દરમિયાન ગુજરાતના ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાઈ રહ્યો છે. ભારતના કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રી પ્રહલાદ જોશી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાતના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતની આ ધરતી પર મધુક્રાંતિ, સૂર્યક્રાંતિની શરૂઆત થઇ: PM Modi

સંબોધન કરતા પીએમ મોદીએ જણાવ્યું છે કે અનેક હાઇસ્પીડ કોરિડોર પ્રોજેક્ટને મંજૂરી અપાઇ છે. જેમાં 100 દિવસમાં 15થી વધારે વંદે ભારત ટ્રેન લોન્ચ કરાઇ છે. 100 દિવસમાં ગ્રીન એનર્જી માટે અનેક નિર્ણયો લેવાયા છે. ઇન્ડિયન સોલ્યુશન્સ ફોર ગ્લોબલ એપ્લિકેશન છે. આ વાતને વિશ્વ પણ ખૂબ સારી રીતે સમજે છે. વિશ્વને લાગે છે કે ભારત 21મી સદીમાં શ્રેષ્ઠ તક છે. ગુજરાતની આ ધરતી પર શ્વેત ક્રાંતિની શરૂઆત થઇ હતી. ગુજરાતની આ ધરતી પર મધુક્રાંતિ, સૂર્યક્રાંતિની શરૂઆત થઇ છે . હવે ગુજરાતમાં ગ્રીન એનર્જીની શરૂઆત થઇ રહી છે. ગુજરાત સોલાર એનર્જી ક્ષેત્રે ખૂબ આગળ રહ્યું છે. સોલારની ચર્ચા પણ નહોતી ત્યારે ગુજરાતમાં સોલાર પ્લાન્ટ લાગ્યા હતા.

ભારતનું દરેક ઘર ઉર્જા ઉત્પાદનનો સ્ત્રોત બનશે: PM Modi

ગાંધીજીએ ક્લાઇમેટ ચેન્જ વિશે ત્યારે કામ શરૂ કર્યું હતુ. મહાત્મા ગાંધીનું આ વિઝન ભારતની મહાન પરંપરાનું પ્રતિક છે. ગ્રીન ફ્યૂચર, નેટ ઝીરો એ કોઈ ફેન્સી શબ્દો નથી. ભારત માટે આ એક કટિબદ્ધતા છે. ભારત માનવજાતના ભવિષ્યની ચિંતા કરનારો દેશ છે. વિશ્વને રસ્તો દેખાડતા અનેક પગલાં ભારતે લીધા છે. ભારત આવનારા 1000 વર્ષનો બેઝ તૈયાર કરી રહ્યું છે. ભારતનું લક્ષ્ય ટોચ પર પહોંચી ત્યાં ટકી રહેવાનું છે. 2047 સુધી વિકસિત દેશ બનાવવા શું જરૂરી છે તે ખબર છે. આપણી પાસે કોલસા અને ગેસના ભંડ઼ાર નથી. આપણે સોલાર, હાઇડ્રોજન, ગ્રીન પાવર પર આગળ વધીશુ. 2030 સુધીમાં 500 ગીગાવોટ RE મેળવવાનો લક્ષ્યાંક. તેના માટે ગ્રીન એનર્જીને લોકજુવાળ બનાવી રહ્યા છીએ. PM સૂર્યઘર યોજનાનો અભ્યાસ કરવો જોઇએ. ભારતનું દરેક ઘર ઉર્જા ઉત્પાદનનો સ્ત્રોત બનશે. 3.25 લાખ ઘરોમાં સોલાર રૂફટોપ ઇન્સ્ટોલ થઈ ગયા છે. આ યોજનાના મળી રહેલા પરિવારો અદભૂત છે. લોકોનું વીજળીનું બિલ બચશે, વીજળી વેચી કમાણી થશે.

Back to top button