ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

કાશ્મીરમાં આતંકીને ઠાર મારવાનો વીડિયો વાયરલ, જૂઓ કેવી રીતે મૃત્યુના ડરથી ભાગ્યો

  • જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં સેનાએ તાજેતરમાં થયેલી અથડામણમાં ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા

કાશ્મીર, 16 સપ્ટેમ્બર: જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં સેનાએ તાજેતરમાં થયેલી અથડામણમાં ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા. આ અથડામણનો એક વીડિયો બહાર આવ્યો છે. જેમાં એક આતંકવાદી પોતાનો જીવ બચાવવા બિલ્ડિંગમાંથી ભાગી રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. જ્યારે તે ગોળીઓથી બચવા માટે કવર શોધી રહ્યો હોય છે, ત્યારે સેનાના જવાનો ગોળીબાર કરીને તેને મારી નાખે છે. જો કે HD ન્યૂઝ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી. ઉલ્લેખનીય છે કે, સેનાનું આ મિશન આખી રાત ચાલુ રહ્યું હતું. સેનાએ આ ઓપરેશનને ઘણી મહત્ત્વની સફળતા ગણાવી છે. આ ઓપરેશન બારામુલ્લાના ચાક થાપર ક્રિરીમાં કરવામાં આવ્યું હતું. અહીં ત્રણ હાર્ડકોર આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ ઉપરાંત અહીંથી મોટી માત્રામાં હથિયારો પણ મળી આવ્યા હતા. સેનાના 10 સેક્ટર રાષ્ટ્રીય રાઈફલ્સના બ્રિગેડિયર સંજય કનોથે આ માહિતી આપી હતી.

જૂઓ આ વીડિયો

ભારતીય સેનાને મળી મોટી સફળતા

એન્કાઉન્ટરના ડ્રોન ફૂટેજમાં જોઈ શકાય છે કે, આતંકી જે ઘરમાં છુપાયો હતો ત્યાંથી ભાગી રહ્યો છે. તે બાઉન્ડ્રી વોલ તરફ ઝાડ તરફ દોડે છે. તે જ ક્ષણે તેને ગોળી વાગી અને તે પડી જાય છે. આ પછી તે બાઉન્ડ્રી વોલ તરફ સરકવા લાગે છે. આતંકવાદી થોડે દૂર જ ગયો હતો જ્યારે સેનાના જવાનોએ તેના પર ગોળીબાર કર્યો. છેલ્લા કેટલાક સમયથી જમ્મુમાં જે રીતે આતંકીઓ સક્રિય છે તેને જોતા આને મોટી સફળતા માનવામાં આવી રહી છે.
અગાઉ કુપવાડામાં આતંકી હુમલામાં બે જવાન શહીદ થયા હતા
આ સિવાય કુપવાડામાં એક અલગ આતંકી હુમલામાં બે જવાન શહીદ થયા હતા. બ્રિગેડિયર કનોથે કહ્યું હતું કે, અમને નક્કર માહિતી મળી હતી કે ચક થાપર/વોટરગામમાં કેટલાક આતંકવાદીઓ છુપાયેલા છે. આ પછી સેના ત્યાં પહોંચી ગઈ. આ પછી ઘરમાં છુપાયેલા આતંકીઓ પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જવાબમાં સેનાએ પણ ગોળીબાર કર્યો હતો. સેનાના જણાવ્યા અનુસાર, આ ઓપરેશન સવાર સુધી ચાલુ રહ્યું અને સામાન્ય લોકોને કોઈ જાન-માલનું નુકસાન પહોંચાડ્યા વિના આતંકવાદીઓને ખતમ કરી દેવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં 18 સપ્ટેમ્બરથી વિધાનસભાની ચૂંટણી શરૂ થઈ રહી છે.

આ પણ જૂઓ: દેશમાં જલ્દી શરૂ થઈ શકે છે જનગણના, કેન્દ્ર સરકારની પ્રથમ Digital Censusની તૈયારી

Back to top button