ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ: YMCA ક્લબના રૂમમાં CBIની ઓળખ આપીને મારામારી કરનારાઓ ઝડપાયા

  • કોર્પોરેટર હિતેન્દ્રસિંહ મોરી સહિત ચાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી
  • યુવતી સાથે ફિલ્મ મેકર્સ પ્રેમસંબંધ હોવાથી તેણે મારમાર્યાનું સામે આવ્યુ
  • આરોપીઓને 12 દિવસ બાદ નાટકીય ઢબે પકડી પાડયા છે

અમદાવાદમાં YMCA ક્લબના રૂમમાં CBIની ઓળખ આપીને મારામારી કરનારાઓ ઝડપાયા છે. જેમાં YMCA કલબમાં 12 દિવસ પહેલા એક એડનું શુટિંગ કરવાનું કહીને ફિલ્મ મેકરને બોલાવીને નકલી સીબીઆઇની ઓળખ આપીને મોબાઇલ ઝૂંટવાનો પ્રયાસ કરીને તેણે મારમાર્યા કેસમાં વઢવાણના વોર્ડના નંબર-3ના કોર્પોરેટર હિતેન્દ્રસિંહ મોરી સહિત ચાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.

આ પણ વાંચો: ગુજરાત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાવોલના શાલીન-2 સોસાયટીના રહીશો સાથે વાર્તાલાપ કરશે

યુવતી સાથે ફિલ્મ મેકર્સ પ્રેમસંબંધ હોવાથી તેણે મારમાર્યાનું સામે આવ્યુ

ચાર પૈકી એક શખ્સના સંબંધીની યુવતી સાથે ફિલ્મ મેકર્સ પ્રેમસંબંધ હોવાથી તેણે મારમાર્યાનું સામે આવ્યુ છે. મહત્વનું છે કે, આનંદનગર PIએ ઘટના બની ત્યારે ફરિયાદ નોંધી નહીં માત્ર અરજી લીધી હતી. ફિલ્મ મેકરે ઉચ્ચ અધિકારીને મળીને સમગ્ર ઘટનાની જાણ કરતા અંતે ફરિયાદ નોંધાઈ હતી. હાલમાં 4 આરોપીઓ ઝડપાયા છે જયારે સમગ્ર કેસમાં પ્લાન ઘડનારો મુખ્ય આરોપી કપિલ ત્રિવેદી ફરાર છે. હાસોલમાં રહેતો સુમિત ખાનવાણી ફિલ્મ મેકર તરીકે નોકરી કરે છે. તેણે ગત, 2 સપ્ટેમ્બરે ગ્રીમર જોષીએ ફોન કરીને એક એડના શુટીંગ માટે મળવુ છે તેમ કહીને YMCA કલબમાં મળવા માટે સુમિતને બોલાવ્યો હતો.

આરોપીઓને 12 દિવસ બાદ નાટકીય ઢબે પકડી પાડયા છે

રાત્રે 9.30 વાગ્યાની આસપાસ સુમિત મિટિંગ માટે ગ્રીમર જોષીએ બુક કરેલ YMCA કલબના બીજા માળે રૂમમાં ગયો હતો. જ્યાં ગ્રીમર જોષી નહીં પરંતુ કપિલ ત્રિવેદી રૂમમાં હાજર હતો. કપિલ ત્રિવેદીના સંબંધીની કોઇ યુવતી સાથે સુમિત વાતચીત કરતો હોવાથી ખોટા નામનો ઉપયોગ કરીને ફિલ્મ મેકરને બોલાવ્યો હોવાનું સામે આવ્યુ હતુ. કપિલના મિત્ર વઢવાણ નગરપાલિકાના વોર્ડ નંબર 3ના ભાજપના કોર્પોરેટર હિતેન્દ્રસિંહ મોરી, વિરેન્દ્રસિંહ ચાવડા અને ધનરાજસિંહ રાઠોડ અચાનક રૂમમાં આવીને ફિલ્મ મેકર સુમિતનો ફોન ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સુમિતે મોબાઇલ ન આપતા ત્રણેય શખ્સોએ તેણે મારમાર્યો હતો. ફિલ્મ મેકરે સોશિયલ મીડિયા મારફતે આરોપીઓના નામ અને ફોટા શોધીને આનંદનગર પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા પહોંચ્યો હતો. જો કે, ત્યાં હાજર PI અને પોલીસે ફિલ્મ મેકરની માત્ર અરજી લીધી હતી. 3 દિવસ બાદ પોલીસે ફિલ્મમેકરની ફરિયાદ નોંધીને આરોપીઓને 12 દિવસ બાદ નાટકીય ઢબે પકડી પાડયા છે.

Back to top button