ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દેશમાં જલ્દી શરૂ થઈ શકે છે જનગણના, કેન્દ્ર સરકારની પ્રથમ Digital Censusની તૈયારી

  • કેન્દ્ર સરકારે આના સંકેત આપ્યા છે, જો કે હજુ સુધી આ તારીખ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી

નવી દિલ્હી, 16 સપ્ટેમ્બર: દેશમાં ટૂંક સમયમાં જનગણના શરૂ થઈ શકે છે. કેન્દ્ર સરકારે રવિવારે આના સંકેત આપ્યા છે. જો કે હજુ સુધી આ તારીખ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. મળતી માહિતી મુજબ, સરકાર જાતિગત વાળા કોલ પર પણ વિચાર કરી શકે છે. આ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર પણ આ કાર્યકાળ દરમિયાન એક દેશ, એક ચૂંટણીનો પણ અમલ કરી શકે છે.

અહેવાલો અનુસાર, સરકારે દસ વર્ષીય જનગણના હાથ ધરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે, પરંતુ પ્રક્રિયામાં જાતિ સંબંધિત ‘કૉલમ’ સામેલ કરવા અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. સૂત્રોએ રવિવારે આ માહિતી આપી હતી. અહેવાલોમાં સૂત્રને ટાંકીને જણાવ્યા મુજબ, ટૂંક સમયમાં જ દશ વર્ષીય જનગણના હાથ ધરવામાં આવશે. ભારતમાં 1881થી દર 10 વર્ષે જનગણના હાથ ધરવામાં આવે છે.

એક વખત જનગણના મુલતવી રાખવામાં આવી હતી

દસ વર્ષીય જનગણનાનો પ્રથમ તબક્કો 1 એપ્રિલ, 2020ના રોજ શરૂ થવાની ધારણા હતી, પરંતુ COVID-19 રોગચાળાને કારણે તેને મુલતવી રાખવી પડી હતી. ગયા વર્ષે સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા મહિલા અનામત અધિનિયમનો અમલ પણ દસ વર્ષીય જનગણના સાથે જોડાયેલો છે. લોકસભા અને રાજ્યસભામાં મહિલાઓ માટે એક તૃતીયાંશ બેઠકો અનામત રાખવા અંગેનો કાયદો અમલમાં આવ્યા પછી યોજાનારી પ્રથમ જનગણનાના સંબંધિત ડેટાના આધારે સીમાંકનની પ્રક્રિયા શરૂ થયા બાદ આ અધિનિયમ અમલમાં આવશે.

રાજકીય પક્ષો જાતિગત જનગણના કરવાની ભારપૂર્વક માંગ કરી રહ્યા છે. નવા ડેટા ન હોવાને કારણે સરકારી એજન્સીઓ હજુ પણ 2011ની જનગણનાના ડેટાના આધાર પર નીતિઓ ઘડી રહી છે અને સબસિડીની ફાળવણી કરી રહી છે.

જનગણના હેઠળ ઘરોને સૂચિબદ્ધ કરવાનો તબક્કો અને રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર (NPR)ને અપડેટ કરવાનું કામ 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર, 2020 સુધી દેશભરમાં હાથ ધરવામાં આવનાર હતો, પરંતુ COVID-19ને કારણે મુલતવી રાખવામાં આવ્યો હતો.

અધિકારીઓએ જણાવ્યું કે, સમગ્ર જનગણના અને NPR પ્રક્રિયા પર સરકાર રૂ. 12,000 કરોડથી વધુ ખર્ચ કરે તેવી શક્યતા છે. આ પહેલી ડિજિટલ જનગણના થશે, જેના દ્વારા નાગરિકોને પોતે ગણના કરવાની તક મળશે. આ માટે, સેન્સસ ઓથોરિટીએ સ્વ-ગણના પોર્ટલ તૈયાર કર્યું છે, જે હજુ સુધી શરૂ કરવામાં આવ્યું નથી. સ્વ-ગણના દરમિયાન આધાર અથવા મોબાઈલ નંબર ફરજિયાત જનરેટ કરવામાં આવશે.

આ પણ જૂઓ: વન નેશન, વન ઈલેક્શન બિલની પૂરજોશમાં તૈયારી: મોદી સરકાર આ ટર્મમાં લાગુ કરશે?

Back to top button