કચ્છ - સૌરાષ્ટ્રટોપ ન્યૂઝ

ચૂંટણી નજીક ફરી પાટીદાર પોલિટિક્સ !!! 50 બેઠક પર કોને માંગી ઉમેદવારી ?

Text To Speech

વિધાનસભા ચૂંટણી માટે તમામ મોર્ચે હવે તૈયારીઓ થતી જોવા મળી રહી છે. જેમાં એક તરફ રાજકીય પક્ષો દ્વારા મતદાર સુધી પહોંચવા માટેની યોજના બનાવવામાં આવી રહી છે તો હવે ગુજરાતના રાજકારણમાં હંમેશા ચર્ચામાં રહેતી સમાજિક સંસ્થાઓ પણ પોતાનું સક્રિય નેતૃત્વ દર્શાવી રહી છે. વિધાનસભાની ચૂંટણીને લઈને ઉમિયાધામ સિદસરના પ્રમુખ જયરામ પટેલે પોતાના નિવેદનમાં 50 બેઠકો પર પાટીદાર ઉમેદવારોને ટિકિટ મળે તેવી માંગણી કરી છે.

ઉમિયાધામ સિદસરના પ્રમુખ જયરામ પટેલે જણાવ્યું હતું કે, લોકશાહીમાં તમામને ટિકિટ માંગવાનો અધિકાર છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, ગત ચૂંટણીમાં પાટીદાર સમાજમાં 50 ટિકિટની માંગ કરી હતી, જેમાંથી શાસક પક્ષે 50 ટિકિટ આપી હતી. આ વખતે પણ ટિકિટ માંગવામાં આવશે. તેમણે કહ્યું કે, 25 સીટ એવી છે જેમાં અમારી નિર્ણાયક ભૂમિકા રહે છે. આ સાથે રાજકોટ પશ્ચિમ બેઠક પાટીદાર ઉમેદવારને મળે તેવા પ્રયત્નો કરીશુ.

જયરામ પટેલના રાજકોટ પશ્ચિમ બેઠક પર પાટીદાર ઉમેદવારને ટિકિટ મળવી જોઈએનાં નિવેદન બાદ આ બેઠક કેમ મહત્વની છે તેવો સવાલ ઉભો થઈ રહ્યો છે. આ બેઠકના રાજકીય દબદબાની વાત કરીએ તો, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આ બેઠકથી ધારાસભ્ય છે. અત્યાર સુધી આ બેઠક પર બ્રાહ્મણ, લોહાણા, વાણિયા અને કારડીયા તેમજ ખુદ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આ સીટ પરથી લડ્યા અને જીત્યા છે. તેથી આ બેઠકનું મહત્વ ઘણું છે તેમ તેમણે જણાવ્યું છે.

લવ જેહાદ મુદ્દે કહી આ વાત

વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે પાટીદાર સમાજની દીકરીઓ જેહાદીઓની જાળમાં ફસાઈ રહી છે એ બાબતે સૂચક નિવેદન આપ્યું હતું તેઓએ જણાવ્યું હતું જેહાદીઓ આપણા સમાજની દીકરીઓને પોતાના પ્રેમ જાળમાં ફસાવી ભગાડી જાય છે. અને ત્યારબાદ લગ્ન કરી લે છે. જે આપના સમાજ માટે ખુબ બાબત કહી શકાય છે. આ મામલે જયરામ પટેલે જણાવ્યું હતું કે, આર પી પટેલ હોશિયાર છે અને અનુભવી છે, તેથી જ તેમણે અભ્યાસ કરી આ વાત રજુ કરી છે. આર પી પટેલે જે દીકરીઓની લવ જેહાદની વાત કરી તે ગંભીર બાબત છે. અગાઉ પાટીદાર સમાજની 6 ધાર્મિક સંસ્થાઓ આ મુદ્દે મંથન થયું હતું.

Back to top button