ફ્રાન્સથી ‘ઈંગ્લિશ ચેનલ’ પાર કરવાનો પ્રયાસ કરતી વખતે બોટ દરિયામાં ડૂબી, 8 લોકોના મૃત્યુ
ફ્રાન્સ, 15 સપ્ટેમ્બર: ફ્રાન્સથી ઈંગ્લિશ ચેનલ પાર કરવાનો પ્રયાસ કરતી વખતે મોટી દુર્ઘટના થવાની માહિતી સામે આવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઉત્તરી ફ્રાંસથી ‘ઈંગ્લિશ ચેનલ’ પાર કરવાના નિષ્ફળ પ્રયાસ દરમિયાન વહેલી સવારે પ્રવાસીઓથી ભરેલી એક મોટી બોટ દરિયાના મોજામાં ડૂબી ગઈ હતી. આ દરમિયાન બોટ ડૂબી જતાં તેમાં સવાર 8 લોકોના મોત થયા હતા. ફ્રેન્ચ અધિકારીઓએ આ માહિતી આપી. ગુમ થયેલા લોકોની ચોક્કસ સંખ્યા હજુ સુધી ઉપલબ્ધ નથી. અકસ્માત બાદ ટીમોએ સ્થળ પર રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે.
આ પહેલીવાર નથી કે જ્યારે ઈંગ્લિશ ચેનલ પાર કરતી વખતે લોકોના મોત થયા હોય. આ પહેલા પણ અનેક વખત ગેરકાયદેસર રીતે યુરોપમાં પ્રવેશવા માટે ઈંગ્લિશ ચેનલ પાર કરી રહેલા લોકો બોટ ડૂબી જવાથી મૃત્યુ પામ્યા છે. આમ છતાં આ પ્રયાસ ઓછો થઈ રહ્યો નથી. તાજેતરની ઘટના સંદર્ભે પાસ-દ-કેલાઈસ પ્રદેશ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, બચાવ કામગીરી ચાલુ છે અને દુર્ઘટનામાં બચી ગયેલા લોકોને ઉત્તરીય નગર એમ્બલેટ્યુઝના સ્પોર્ટ્સ હોલમાં લઈ જવામાં આવ્યા છે.
ઉત્તર ફ્રાન્સમાંથી લોકો બ્રિટન જવા માંગતા હતા
અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના આજે એટલે કે રવિવારે વહેલી સવારે બની હતી. આના લગભગ બે અઠવાડિયા પહેલા, ઉત્તરી ફ્રાન્સથી બ્રિટન પહોંચવાનો પ્રયાસ કરતી વખતે પરપ્રાંતીયોને લઈ જતી એક બોટ ‘ઈંગ્લિશ ચેનલ’માં ક્રેશ થઈ ગઈ હતી. બોટમાં સવાર ડઝનેક લોકો ખતરનાક જળમાર્ગમાં પડી ગયા હતા અને 13 લોકોના મોત થયા હતા.
આ પણ વાંચો :હરિયાણામાં ભાજપના આ નેતાએ મુખ્યમંત્રી પદ ઉપર કર્યો દાવો, કહ્યું’ ક્યારેય કંઈ નથી માંગ્યું’