સુરતમાં રોગચાળાને લઇ MLA કુમાર કાનાણી મેદાને ઉતર્યા
- સુરતમાં રોગચાળાને લઇ કુમાર કાનાણીએ મનપા કમિશનરને પત્ર લખ્યો
- તંત્ર દ્વારા રોગચાળા પર નિયંત્રણ લેવા માટે કામગીરી કરાતી નથી
- એસી ચેમ્બરમાં બેસી અધિકારીઓ કામગીરી કરે છે, બહાર નિકળે તો ખબર પડે
સુરતમાં રોગચાળાને લઇ MLA કુમાર કાનાણી મેદાને ઉતર્યા છે. જેમાં કુમાર કાનાણીએ મનપા કમિશનરને પત્ર લખ્યો છે. તેમાં જણાવ્યું છે કે આ સ્થિતિમાં એસી ચેમ્બરમાં બેસી અધિકારીઓ કામગીરી કરે છે, તેઓ બહાર નિકળે તો તેમને ખબર રહે કે શું સ્થિતિ છે.
આ પણ વાંચો: સુરત શહેરમાં રોગચાળોએ માજા મુકી, લેપ્ટોસ્પાઈરોસિસના 2 કેસ નોંધાયા
તંત્ર દ્વારા રોગચાળા પર નિયંત્રણ લેવા માટે કામગીરી કરાતી નથી
તંત્ર દ્વારા રોગચાળા પર નિયંત્રણ લેવા માટે કામગીરી કરાતી નથી જેના કારણે રોગચાળો વકરી રહ્યો છે. ત્યારે અગામી સમયમાં અધિકારીઓ એસી ચેમ્બર છોડીને બહાર આવે તો તેમને ખબર રહેશે કે, શહેરમાં શું સ્થિતિ છે. કુમાર કાનાણીએ અધિકારીઓને આડેહાથ લીધા છે. તંત્રની આંખ ઉઘાડવા ધારાસભ્યએ મનપા કમિશનરને પત્ર લખ્યો છે. ડેન્ગયુ અને મલેરિયા જેવા રોગમાં વધારો થતા કમિશનરને પત્ર લખી જાણ કરી છે.
કામગીરી ઝડપથી કરવા માટે પત્ર લખ્યો હતો
તેમજ કુમાર કાનાણીએ ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ આવ્યુ હતુ ત્યારે વિધાર્થીઓને આગળના અભ્યાસ માટે એડમિશન મેળવવા માટે દાખલા કઢાવવા માટે લાઇનો લગાવી પડી હતી તેમાં પણ અધિકારીઓ પર આક્ષેપ કર્યા હતા અને કામગીરી ઝડપથી કરવા માટે પત્ર લખ્યો હતો.