Samsung Galaxy S25ની ડિટેલ્સ થઈ લીક, iPhone 16 સિરીઝને આપશે કડક ટક્કર
- જાન્યુઆરી મહિનામાં સેમસંગે પોતાની Galaxy S24 સિરીઝ લોન્ચ કરી હતી
HD ન્યૂઝ ડેસ્ક, 14 સપ્ટેમ્બર: એપલે હાલમાં જ iPhone 16 સિરીઝ લોન્ચ કરી છે. એપલ બાદ હવે સેમસંગ પણ મોટો ધમાકો કરવાની યોજના બનાવી રહ્યું છે. Samsung Galaxy S25 સિરીઝ Apple iPhone 16 સિરીઝને ટક્કર આપી શકે છે. સેમસંગે જાન્યુઆરી મહિનામાં Galaxy S24 સિરીઝ લોન્ચ કરી હતી. હવે કંપનીએ તેની અપકમિંગ સીરિઝ Galaxy S25 વિશે અપડેટ્સ પણ લાવવાનું શરૂ કરી દીધું છે. કંપની ટૂંક સમયમાં તેને માર્કેટમાં રજૂ કરી શકે છે. આ દરમિયાન હવે કંપનીના આવનારા Galaxy S25ને લઈને પણ લીક્સ બહાર આવવા લાગ્યા છે.
ઉલ્લેખનીય છે કે, સેમસંગે Galaxy S24 સિરીઝમાં સ્ટાન્ડર્ડ મોડલની સાથે Galaxy S24+ અને Galaxy S24 Ultra પણ લૉન્ચ કર્યા હતા. ગત વખતની જેમ આ વખતે પણ કંપની નવી સીરીઝમાં 3 સ્માર્ટફોન માર્કેટમાં લોન્ચ કરી શકે છે. તાજેતરમાં, Galaxy S25 સીરીઝને લઈને ઘણા રેન્ડર બહાર આવ્યા છે, જેમાં સીરીઝમાં આવનારા સ્માર્ટફોનના ફીચર્સ, ડિઝાઇન અને લુક પણ જાહેર કરવામાં આવ્યા છે.
⚠️ NEWS – Here’s your first look at the Samsung Galaxy S25!
According to leaks, here is the current information regarding the S25 –
✅ Smaller dimensions than the S24
✅ Slimmer bezels
✅ Metallic camera rings
✅ Support of up to 12GB RAM
✅ Rumoured to come with the… pic.twitter.com/sRDeM3kfv1— Parth Monish Kohli (@Pmkphotoworks) September 12, 2024
ડિઝાઇન અને ફીચર્સનો થયો ખુલાસો
નવીનતમ લીક્સ અનુસાર, સેમસંગ ચાહકોને Galaxy S25 Seriesમાં જૂના Galaxy S24 જેવી જ ડિઝાઇન મળી શકે છે. આગામી સિરીઝમાં, ગ્રાહકો પહેલાની જેમ ફ્લેટ એજ સાથે ડિઝાઇન સાથે વર્ટિકલ શેપમાં કેમેરા લેન્સ મેળવી શકે છે. ડિસ્પ્લે પંચ-હોલ ડિઝાઇન સાથે આવશે જેમાં સેલ્ફી કેમેરા આપવામાં આવશે.
જો લીક્સનું માનવામાં આવે તો, આગામી Galaxy S25 સિરીઝમાં, ગ્રાહકો Galaxy S24ની સરખામણીમાં થોડી કોમ્પેક્ટ અને આકર્ષક ડિઝાઇન મેળવી શકે છે. તે ઊંચાઈમાં થોડો નાનો અને પાતળો હશે. લીક્સ મુજબ, તેમાં 6.1 ઇંચની ડિસ્પ્લે આવી શકે છે. આ ફીચર્સ સીરીઝના બેઝ વેરિઅન્ટ માટે જાહેર કરવામાં આવ્યા છે.
બે પ્રોસેસર વિકલ્પો સાથે આવી શકે છે
Samsung Galaxy S25 સીરીઝને વિવિધ ચિપસેટ્સ સાથે લોન્ચ કરી શકાય છે જેમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 8 જેન 4 ચિપસેટ અને Exynos ચિપસેટ સામેલ હોઈ શકે છે. સિરીઝમાં 12GB રેમ અને 1TB સુધી સ્ટોરેજ વિકલ્પ મળી શકે છે. બેટરીની વિગતો વિશે વાત કરવામાં આવે તો, આ સ્માર્ટફોન 5000mAh બેટરી સાથે આવી શકે છે.
Samsung Galaxy S25 સિરીઝ એક કેમેરા સેન્ટ્રિક સિરીઝ હશે. જેમાં પાવરફુલ કેમેરા સેટઅપ હશે. શ્રેણીના બે સ્માર્ટફોન Galaxy S25 અને Galaxy S25 પ્લસમાં પ્રાયમરી કેમેરા 50MP સેન્સર સાથે હશે. જ્યારે યુઝર્સને તેના અલ્ટ્રા મોડલમાં 200MP કેમેરા મળશે.
આ પણ જૂઓ: યઝર્સની બલ્લે બલ્લે: સેમસંગ ગેલેક્સી M05 સ્માર્ટફોન માત્ર ₹7999માં થયો લોન્ચ