ટ્રેન્ડિંગધર્મ

કેટલાય વર્ષો બાદ લાગશે પિતૃ પક્ષમાં ગ્રહણ, આ 3 રાશિને થશે પરેશાની

Text To Speech
  • આ વખતે ઘણા વર્ષો પછી પિતૃ પક્ષમાં ચંદ્રગ્રહણની છાયા રહેવા જઈ રહી છે. પિતૃ પક્ષની શરૂઆતના એક દિવસ બાદ 18 સપ્ટેમ્બરે ચંદ્રગ્રહણ થવાનું છે

HD ન્યુઝ ડેસ્કઃ વર્ષ 2024માં પિતૃ પક્ષ, 17 સપ્ટેમ્બર મંગળવારથી શરૂ થઈ રહ્યો છે અને , 2જી ઓક્ટોબર, બુધવારના રોજ સમાપ્ત થશે. પંચાંગ અનુસાર આ વખતે ઘણા વર્ષો પછી પિતૃ પક્ષમાં ચંદ્રગ્રહણની છાયા રહેવા જઈ રહી છે. પિતૃ પક્ષની શરૂઆતના એક દિવસ બાદ 18 સપ્ટેમ્બરે ચંદ્રગ્રહણ થવાનું છે. 18 સપ્ટેમ્બરે ચંદ્રગ્રહણ સવારે 6:11 થી 10:17 સુધી ચાલશે. જ્યોતિષીઓનું માનવું છે કે આ ગ્રહણ મીન રાશિમાં થશે.

વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં, પરંતુ દક્ષિણ અમેરિકા, પશ્ચિમ આફ્રિકા, હિંદ મહાસાગર અને એટલાન્ટિક મહાસાગરના કેટલાક સ્થળોએ દેખાશે. જ્યોતિષીઓનું માનવું છે કે ચંદ્રગ્રહણની કેટલીક રાશિઓ પર નકારાત્મક અસર પડશે. તેથી તે રાશિના જાતકોએ સાવધાન રહેવું પડશે.

કેટલાય વર્ષો બાદ લાગશે પિતૃપક્ષમાં ગ્રહણ, આ 3 રાશિને થશે પરેશાની hum dekhenge news

મેષ (અ,લ,ઈ)

મેષ રાશિના લોકો માટે આ ચંદ્રગ્રહણ પીડાદાયક માનવામાં આવે છે. મેષ રાશિના લોકોને ગ્રહણ દરમિયાન સમસ્યાઓ વધી શકે છે. આ ઉપરાંત માનસિક સમસ્યાઓ પણ થઈ શકે છે. હેલ્થમાં ઉતાર-ચઢાવની સ્થિતિ પણ થઈ શકે છે. મન પરેશાન રહેશે.

કર્ક (ડ,હ)

કર્ક રાશિના જાતકો માટે ચંદ્રગ્રહણની છાયા અશુભ માનવામાં આવી રહી છે, કારણ કે આ સમય દરમિયાન કર્ક રાશિના લોકોને કોઈપણ કારણ વગર ચિંતા વધારો થઈ શકે છે. મનમાં લોભ ઉત્પન્ન થઈ શકે છે. કોઈના પ્રત્યે નફરત થઈ શકે છે. આવી સ્થિતિમાં તમારે લોભથી દૂર રહેવું પડશે, નહીં તો તમે કોઈ મુશ્કેલીમાં મુકાઈ શકો છો.

મકર (ખ,જ)

પિતૃપક્ષમાં થનારું ચંદ્રગ્રહણ મકર રાશિના લોકો માટે ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. તેથી, મકર રાશિના લોકોએ શક્ય હોય ત્યાં સુધી ક્યાંય રોકાણ કરવાનું ટાળવું જોઈએ. કોઈપણ નિર્ણયમાં વડીલોની સલાહ લેવી જોઈએ, નહીંતર તમને પાછળથી મોટો પસ્તાવો થઈ શકે છે. ખાસ કરીને વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી.

આ પણ વાંચોઃ નવરાત્રિમાં કરવા હોય રામલલ્લાના દર્શન તો ફટાફટ ટિકિટ બુક કરાવો

Back to top button