ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: TRP ગેમ ઝોન અગ્નિકાંડ કેસમાં ગુજરાત હાઇકોર્ટે રાજકોટ મ્યુનિસિપલ કમિશનરની ઝાટકણી કાઢી

  • કેસની વધુ સુનાવણી તા.27મી સપ્ટેમ્બર પર મુકરર કરી હતી
  • જવાબ રજૂ કરવા હાઇકોર્ટે રાજકોટ મ્યુનિસિપલ કમિશનરને નોટિસ જારી કરી હતી
  • વળતર સંબધી શું પગલાં લેવાયા તેને લઇને મ્યુનિસિપલ કમિશનર પાસેથી જવાબ માંગ્યો

ગુજરાતના રાજકોટમાં TRP ગેમ ઝોન અગ્નિકાંડ કેસમાં ગુજરાત હાઇકોર્ટે રાજકોટ મ્યુનિસિપલ કમિશનરની ઝાટકણી કાઢી છે. જેમાં મ્યુનિસિપલ કમિશનરની 1,800 પાનાની એફિડેવિટ હાઈકોર્ટે ફગાવી છે. અદાલતના હુકમના પાલનના અનુસંધાનમાં લેવાયેલા પગલાં તેમજ અગ્નિકાંડ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારોને વળતર સંબધી શું પગલાં લેવાયા તેને લઇને મ્યુનિસિપલ કમિશનર પાસેથી જવાબ માંગ્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદ: કોરોના મહામારી પછી યુવાનોમાં અચાનક આ સર્જરીનું પ્રમાણ વધ્યું

જવાબ રજૂ કરવા હાઇકોર્ટે રાજકોટ મ્યુનિસિપલ કમિશનરને નોટિસ જારી કરી હતી

વર્ષ 2022માં ફાયરસેફ્ટીના નિયમોના પાલન માટે ખાતરી અપાયા છતાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ દુર્ઘટના બની હોવાથી હાઇકોર્ટના આદેશોનું પાલન કેમ કરવામાં આવ્યું નથી તેનો જવાબ રજૂ કરવા હાઇકોર્ટે રાજકોટ મ્યુનિસિપલ કમિશનરને નોટિસ જારી કરી હતી. હાઇકોર્ટે રાજકોટ મ્યુનિ.કમિશન તરફ્થી રજૂ થયેલી 1800 પાનાની એફિડેવિટ નકારી કાઢયું હતું અને નવેસરથી ખુલાસા સાથેની એફિડેવીટ રજૂ કરવા નિર્દેશ કર્યો હતો. રાજકોટ મ્યુનિસિપલ કમિશનરે બે વર્ષ પહેલાં ફાયરસેફ્ટીના હુકમો સંદર્ભે યોગ્ય કામગીરીની અદાલત સમક્ષ ખાતરી આપવા છતાં ફરજમાં બેદરકારી દાખવી છે, તેથી તેમને નોટિસ જારી કરવામાં આવે છે. એક બાજુ તંત્રમાં આટલા બધા છીંડા છે અને તેની ભૂલ સ્વીકારીને માફી માંગવી જોઇએ. તમે ભૂલ સ્વીકારવાને બદલે ઉલ્ટાનું તમારી કામગીરીને યોગ્ય ઠરાવવાનો પ્રયાસ કરો છો. દરમ્યાન અરજદાર એડવોકેટ અમિત પંચાલે અદાલત સમક્ષ ઉગ્ર માંગણી કરી હતી કે, ફેબ્રુઆરી-2022માં ફાયરસેફ્ટી મુદ્દે હાઇકોર્ટ સમક્ષ થયેલી પીઆઇએલમાં ખુદ રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તરફ્થી ખાતરી અપાઇ હતી કે, તમામ બિલ્ડીંગોમાં ફાયરસેફ્ટીના નિયમો અને જોગવાઇનું પાલન કરાશે અને જરૂરી ઇન્સ્પેકશન, ફાયર એનઓસી બધુ ચકાસ્યા બાદ જ બીયુ પરમીશન અપાશે.

કેસની વધુ સુનાવણી તા.27મી સપ્ટેમ્બર પર મુકરર કરી હતી

પરંતુ આ હુકમનું જ પાલન થયુ નથી અને તેના કારણે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની કરૂણ દુર્ઘટના સર્જાઇ. તેથી મ્યુનિસિપલ કમિશનરે પોતાના તરફ્થી અપાયેલી બાંહેધરી અને હાઇકોર્ટના હુકમનું પાલન નહી કર્યુ હોવાથી તેમની વિરૂદ્ધ અદાલતી તિરસ્કારના પગલાં લેવાવા જોઇએ. રાજકોટ ગેમિંગ ઝોન અસ્તિત્વમાં આવ્યું અને દુર્ઘટના બની તે સમયગાળામાં અમિત અરોરા, આનંદ પટેલ અને ઉદિત અગ્રવાલ મ્યુનિસિપલ કમિશનર તરીકે કાર્યરત હતા. હાઇકોર્ટે રાજકોટ મ્યુનિ.કમિશનર પાસેથી જવાબ માંગી કેસની વધુ સુનાવણી તા.27મી સપ્ટેમ્બર પર મુકરર કરી હતી.

Back to top button