અમદાવાદઃ લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232 બી 1 દ્વારા રોહિત મેહતા લાયન્સ કવેસ્ટ સપ્તાહની ઉજવણી; 671 થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા
અમદાવાદ 13 સપ્ટેમ્બર: લાયન્સ ઈન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232 બી 1 કૌશલ્ય શૈક્ષણિક સેતુ અભિયાન અંતર્ગત, રોહિત મહેતા લાયન્સ કવેસ્ટ વિક સેલિબ્રશનના ભાગરૂપે, સાર્વજનિક માધ્યમિક શાળા સરખેજમાં તા. 12-09-2024 ગુરુવારના રોજ લાયન્સ કવેસ્ટ અવેરનેસ રેલી, સ્કીટ અને વેલીડીકટરી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 671 થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા.
વિદ્યાર્થીઓના સર્વાગી વિકાસ માટે માર્ગદર્શન અપાયું
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે મલ્ટીપલ કાઉનિસિલ ચેરમેન લાયન સુનિલભાઈ ગુગલીયા તથા ડિસ્ટ્રિક્ટ ગવર્નર દક્ષેશભાઈ સોની દ્વારા વિદ્યાર્થીઓના સર્વાગી વિકાસ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. યુથ આઈકોન ચિરંજીવભાઈ પટેલ દ્વારા ભારતના યુવાધન એવા વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક ઉદબોધન કરવામાં આવ્યું હતું. અતિથી વિશેષ એમ. પી. ફાઈનાન્સ સર્વિસીસના મેનેજિંગ ડિરેક્ટર મિહિરભાઈ પરીખે વિદ્યાર્થીઓને સફળતાની ગુરુચાવી આપી હતી. શ્રી સરખેજ કેળવણી મંડળના પ્રમુખ મુકેશભાઈ પટેલ અને કવેસ્ટ ઈંડિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી મિલનભાઈ દલાલે આશીર્વચન પાઠવીને દીક્ષાંત સમારોહનું સમાપન કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું આયોજન લાયન્સ કવેસ્ટના ડિસ્ટ્રિક્ટ ચેરપરસન લાયન રૂપાબેન શાહ દ્વારા કુનેહ પૂર્વક પાર પાડવામાં આવ્યું હતું.