ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

પેન્શનનું ટેન્શન કે વધતી ઉંમરનું દબાણ? ચીની સરકારે નિવૃત્તિની ઉંમર વધારી

  • હાલમાં ચીનમાં રહેલી સેવાનિવૃત્તિની વય વિશ્વની મુખ્ય અર્થવ્યવસ્થાઓમાં સૌથી ઓછી છે

બેઈજિંગ, 13 સપ્ટેમ્બર: ચીનની સરકાર તેના કર્મચારીઓની નિવૃત્તિ વયમાં વધારો કરી રહી છે. ચીનના રાજ્ય પ્રસારણકર્તા CCTV અનુસાર, દેશની નેશનલ પીપલ્સ કોંગ્રેસ (સંસદ)એ શુક્રવારે આ જાહેરાત કરી હતી. આ પોલિસી 15 વર્ષમાં ધીરે ધીરે લાગુ કરવામાં આવશે. જેમાં પુરૂષોની નિવૃત્તિની ઉંમર વધારીને 63 વર્ષ કરવામાં આવશે અને મહિલાઓની નિવૃત્તિની વય તેમની ભૂમિકાના આધારે 55 અને 58 વર્ષ હશે. હાલમાં, ચીનમાં નિવૃત્તિની ઉંમર પુરુષો માટે 60 વર્ષ અને મહિલાઓ માટે વર્કિંગ ક્લાસ (બ્લુ કોલર)માં 50 વર્ષ જ્યારે ઓફિસ વર્કિંગ ક્લાસ (વ્હાઈટ કોલર)માં 55 વર્ષ છે. સેવાનિવૃત્તિની આ વય વિશ્વની મુખ્ય અર્થવ્યવસ્થાઓમાં સૌથી ઓછી છે.

સેવાનિવૃતિની ઉંમર વિશે નિષ્ણાંતોનું શું કહેવું છે?

ચીનની જનસંખ્યા અને અર્થવ્યવસ્થાનો અભ્યાસ કરનાર શિયુજિયન પેંગે આ પાછળનું કારણ જણાવ્યું છે. પેંગ ઓસ્ટ્રેલિયાની વિક્ટોરિયા યુનિવર્સિટીમાં રિસર્ચ સ્કોલર છે. તેમણે કહ્યું છે કે, લોકો મોટા પાયે નિવૃત્તિની ઉંમરે પહોંચી રહ્યા છે. તેથી પેન્શન ફંડ પર ઘણું દબાણ છે. તેથી મને લાગે છે કે હવે આ દિશામાં ગંભીરતાથી કામ કરવાનો સમય આવી ગયો છે. છેલ્લી વખત નિવૃત્તિની ઉંમર વર્ષ 1950માં નક્કી કરવામાં આવી હતી. તે સમયે ત્યાં આયુષ્ય લગભગ 40 વર્ષનું હતું. ચીની સરકારની આ નીતિ આવતા વર્ષથી અમલમાં આવશે. લોકોની જન્મતારીખના આધારે ધીમે ધીમે ફેરફારો થશે. જેનું ઉદાહરણ પોલિસી સાથેના રિલીઝ ચાર્ટમાં પણ આપવામાં આવ્યું છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ જાન્યુઆરી 1971માં થયો હોય, તો તે ઓગસ્ટ 2032માં 61 વર્ષ અને સાત મહિનાની ઉંમરે નિવૃત્ત થશે. તેવી જ રીતે, મે 1971માં જન્મેલ વ્યક્તિ જાન્યુઆરી 2033માં 61 વર્ષ અને આઠ મહિનાની ઉંમરે નિવૃત્ત થશે.

નિષ્ણાતોના મતે ચીનના આ નિર્ણયમાં વૃદ્ધોની વધતી વસ્તીએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. 2023ના અંત સુધીમાં, ચીનમાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકોની સંખ્યા લગભગ 300 મિલિયન હશે. તે જ સમયે, 2035 સુધીમાં આ સંખ્યા વધીને 400 મિલિયન થવાની ધારણા છે. આ અમેરિકાની વસ્તી કરતા વધુ હશે. ચાઈનીઝ એકેડમી ઓફ સોશિયલ સાયન્સે અગાઉ કહ્યું હતું કે, “ત્યાં સુધીમાં પબ્લિક પેન્શન ફંડ ખતમ થઈ ગયું હશે.” કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સના ગ્લોબલ હેલ્થના સિનિયર ફેલો યાનઝોંગ હુઆંગે જણાવ્યું હતું કે, પેન્શન અને સામાજિક લાભો(Social Benefits)ની ખોટ માત્ર ચીનની સમસ્યા નથી. આ બધે થઈ રહ્યું છે. પરંતુ ચીનમાં વૃદ્ધોની વધતી વસ્તી એક મોટો પડકાર છે.

ચીનમાં વધતી જતી મોંઘવારીને કારણે યુવાનોને સંતાન જોતાં નથી. જેના કારણે ત્યાં યુવાનોની વસ્તી ઘટી રહી છે. 2022માં, ચીનના નેશનલ બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સે અહેવાલ આપ્યો કે પ્રથમ વખત, પાછલા વર્ષની સરખામણીએ વર્ષના અંતે દેશમાં 850,000 ઓછા લોકો હતા. 2023માં, વસ્તીમાં વધુ 2 મિલિયનનો ઘટાડો થવાની ધારણા છે. ચીનમાં પેન્શનનો આધાર હાલમાં કામ કરતા લોકો છે, જેમના ખર્ચમાંથી તે પૂરો થાય છે. સંશોધન મુજબ, અહીં પાંચ કાર્યકારી કર્મચારીઓ એક નિવૃત્ત વ્યક્તિનો બોજ ઉઠાવે છે. સમય સાથે આ આંકડો વધુ વધવાની ધારણા છે.

આ પણ જૂઓ:  રાષ્ટ્રગીત બાદ બાંગ્લાદેશને હવે રાષ્ટ્રપિતા પણ બદલવા છે! જાણો કોણે આવી માંગ કરી?

Back to top button