ટ્રેન્ડિંગવર્લ્ડ

તાલિબાનીઓથી જીવ બચાવીને ભારત ભાગ્યા શીખ, કેમ કેનેડામાં થઈ રહ્યા છે સેટલ?

અફઘાનિસ્તાન – 13 સપ્ટેમ્બર :  ત્રણ વર્ષ પહેલાં, અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર તાલિબાનીઓના કબ્જા સાથે, ત્યાંની લોકશાહી સરકારને વિદાય આપવામાં આવી હતી. તાલિબાનના કબ્જાએ આ દેશમાં રહેતા લઘુમતીઓના સપના પણ ચકનાચૂર કરી દીધા હતા. અફઘાનિસ્તાનમાં રહેતા હિંદુઓ અને શીખો કોઈક રીતે ત્યાંથી બહાર નીકળવા માંગતા હતા. ભારત સરકારે પણ તેમને સુરક્ષિત બહાર લાવવાના તમામ પ્રયાસો કર્યા હતા. લોકોને આજે પણ અફઘાનિસ્તાનમાં રહેતા શીખોની તે તસવીરો યાદ હશે, જેમાં તેઓ તેમના પરિવારજનો સાથે તેમના માથે પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહેબ સાથેનો તમામ સામાન લઈને એરપોર્ટથી બહાર નીકળતા જોવા મળ્યા હતા. પરંતુ બે તૃતીયાંશ અફઘાન શીખો જેઓ પોતાનો દેશ છોડીને ભારત આવ્યા હતા તેઓ હવે કેનેડામાં સ્થાયી થયા છે.

બધું સમય સમયની બાબત છે. 2021માં તાલિબાનના કબજા પછી જ્યારે તેમનો જીવ જોખમમાં હતો ત્યારે તેમના માટે એકમાત્ર આધાર ભારત હતો. પરંતુ હવે સારા જીવનની શોધમાં તેઓ કેનેડા તરફ વળ્યા છે. ધ પ્રિન્ટના એક અહેવાલ મુજબ કેનેડામાં ખાનગી સ્પોન્સર્સ અને શીખ ફાઉન્ડેશન ભારતમાંથી આવતા શીખોને મદદ કરી રહ્યા છે. કેનેડા પહોંચ્યા પછી, આ શીખોને માસિક સ્ટાઈપેન્ડ, રહેવા માટે ઘર, રાશન, મોબાઈલ ફોન અને પ્રથમ એક વર્ષ માટે શાળા-કોલેજ જતા બાળકોને મફત શિક્ષણ આપવામાં આવે છે. એક અનુમાન મુજબ, લગભગ 350 શીખો યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનમાંથી ભારતમાં ભાગી ગયા હતા. જેમાંથી 230 શીખો કેનેડામાં રહેવા લાગ્યા છે.

કેનેડામાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ
હાલમાં ટોરોન્ટોમાં રહેતા એક અફઘાન શીખે કહ્યું કે તેને કેનેડામાં સોશિયલ સિક્યોરિટી કાર્ડ, બેંક એકાઉન્ટ અને પરમેનન્ટ રેસિડન્સ (PR) મળ્યું છે. તેણે કહ્યું કે તે ત્રણ વર્ષ પછી કેનેડાની નાગરિકતા માટે અરજી કરશે. દિલ્હી સ્થિત ખાલસા દિવાન વેલફેર સોસાયટીના અંદાજ મુજબ ભારતમાં 120 અફઘાન શીખો હજુ પણ કેનેડાના વિઝાની રાહ જોઈ રહ્યા છે. ખાલસા દીવાન વેલ્ફેર સોસાયટી, જે ભારત થઈને કેનેડા જવા ઈચ્છતા શરણાર્થીઓ માટે મુખ્ય સંયોજક તરીકે કામ કરી રહી છે, તેણે કહ્યું, “2021 પછી આવેલા અફઘાન શીખોમાંથી લગભગ 230 કેનેડામાં સ્થાયી થયા છે. એક-બે પરિવાર અમેરિકામાં છે. કેનેડામાં મોટાભાગના લોકો બાંધકામ, ટ્રક ડ્રાઇવિંગ અથવા પેટ્રોલ પંપ પર કામ કરે છે.

આ પણ વાંચો : iPhone 16 ખરીદવા નવા Apple સ્ટોરની બહાર થયેલી ભીડનો વીડિયો વાયરલ, જૂઓ વીડિયો

Back to top button