ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત રાજ્યના શહેરોનું તાપમાન વધ્યું, જાણો શું છે કારણ

Text To Speech
  • રાજ્યના 15 તાલુકામાં 1 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો
  • રાજ્ય તરફથી વરસાદી સિસ્ટમોની અસર ઘટી
  • હાલ સ્ટ્રોંગ સિસ્ટમ સક્રિય ન રહેતા ભારે વરસાદ આવશે નહિ

ગુજરાત રાજ્યના શહેરોનું તાપમાન વધ્યુ છે. જેમાં અમદાવાદનું મહત્તમ તાપમાન 33.5 નોંધ્યું છે. રાજ્યમાં આગામી 7 દિવસ હળવા વરસાદની આગાહી છે. રાજ્યમાં આજે સાર્વત્રિક છૂટોછવાયો વરસાદ રહેશે. તથા આવતીકાલથી માત્ર અમુક વિસ્તારોમાં હળવો વરસાદ રહેશે. હાલ સ્ટ્રોંગ સિસ્ટમ સક્રિય ન રહેતા ભારે વરસાદ આવશે નહિ.

રાજ્ય તરફથી વરસાદી સિસ્ટમોની અસર ઘટી

અમદાવાદના મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતા 1.4 ડિગ્રીનો વધારો થયો છે. રાજ્યમાં તાપમાન વધતા બાફરાનું પ્રમાણ વધ્યુ છે. હાલ ચાર સિસ્ટમ સક્રિય છે પરંતુ તે ગુજરાતમાં ભારે વરસાદ લાવે તેવી શક્યતા નહિવત છે. રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે. જેમાં રાજ્યમાં આજે હળવા વરસાદની સંભાવના છે. રાજ્ય તરફથી વરસાદી સિસ્ટમોની અસર ઘટી છે. જેમાં વાતાવરણમાં ભેજ વધતા ગરમીમાં વધારો થયો છે. મોટાભાગના શહેરોનું તાપમાન 2 ડિગ્રી જેટલું વધ્યુ છે. તેમજ અમદાવાદમાં સૌથી વધુ 33.5 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.

રાજ્યના 15 તાલુકામાં 1 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ ધાનેરામાં 3.22 ઈંચ નોંધાયો છે. રાજ્યના 15 તાલુકામાં 1 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય 80 તાલુકામાં સામાન્યથી 1 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર,સાબરકાંઠા, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે. 15 સપ્ટેમ્બરથી ચોમાસું ધીરે ધીરે વિદાય લે તેવી સંભાવના છે જેમાં ચોમાસાની વિદાયની 15 સપ્ટેમ્બર સામાન્ય તારીખ છે.

Back to top button