અમેરિકામાં રમનારી મેચ માટે ભારત-વિન્ડિઝ ટીમના વિઝાની ગૂંચવણ,શું છે આખરે પ્રશ્ન ?
ટીમ ઈન્ડિયા જીત સાથે વિન્ડિઝમાં પોતાનો પ્રવાસ આગળ વધી રહી છે. હાલમાં વિન્ડિઝ સામે 5 મેચની ટી-20 સીરિઝની અંતિમ 2 મેચ અમેરિકામાં રમાવવા જઈ રહી છે. હવે તેને લઈ અનિશ્ચિતતાના વાદળો ઘેરાયા છે. વીઝાની મુશ્કેલીઓના કારણે કેરેબિયન ક્રિકેટ બોર્ડ હવે પોતાની જમીન પર જ મેચ યોજવા વિચારી રહ્યું છે.
આ અંગે મળી રહેલી માહિતી અનુસાર,અમેરિકા માટે બંને ટીમને વીઝા નથી મળી રહ્યા.જેના કારણે ક્રિકેટ વેસ્ટઈન્ડિઝે વૈકલ્પિક યોજના ઘડવી પડી છે. આગામી 6 અને 7 ઓગષ્ટના રોજ અમેરિકાના ફ્લોરિડા ખાતે આ બંને મેચ યોજાવાની હતી પરંતુ ભારત તથા વેસ્ટઈન્ડિઝ ટીમના અનેક સદસ્યોને અમેરિકાના વીઝા નથી મળ્યા. આ માટે વેન્ડિઝ ક્રિકેટ બોર્ડ દ્વારા વિવિધ રસ્તાઓ પર વિચાર કરી રહી છે.
ગૂંચવણ ઉકેલવા પ્રયત્ન
હાલ વીઝા અંગેની આ મુશ્કેલીને ઉકેલવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ મેચ વેસ્ટઈન્ડિઝમાં પણ રમાઈ શકે છે. એવી પણ શક્યતા છે કે, આ ટીમ જ્યાં પહોંચી ચુકી છે ત્યાં સેન્ટ કિટ્સમાં વીઝા આપવામાં આવે. ખેલાડીઓએ મુસાફરીના દસ્તાવેજો માટે ફરી ત્રિનિદાદ જવું પડે અને ત્યાંથી ગ્રીન સિગ્નલ મળે એટલે તેઓ અમેરિકા જશે.
આ તરફ ઈન્ડિયા અને વિન્ડિઝ વચ્ચે આજે બીજી મેચ સેન્ટ કિટ્સ એન્ડ નેવિસના વોર્નર પાર્કમાં રમાવવા જઈ રહી છે. પહેલી મેચમાં ભારતીય ટીમે 68 રનથી જીત મેળવી હતી. તે સ્થિતિમાં રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા જીત માટે આગળ વધશે. જ્યારે સામે પક્ષે નિકોલસ પૂરનના નેતૃત્વમાં વિન્ડિઝની ટીમ પણ પોતાના હોમ ગ્રાઉન્ડ પર જીતની માટે સંપૂર્ણ પ્રયત્ન કરશે.