અમદાવાદગુજરાતટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

ગૌવંશની ચોરી: અમદાવાદમાં ગૌવંશની ચોરી કરીને કતલખાને લઈ જતાં 5 લોકોની ધરપકડ, જુઓ CCTVના ફૂટેજ

  • પોલીસે CCTVના આધારે ગાય ચોરોને ઝડપી પાડ્યા

અમદાવાદ, 12 સપ્ટેમ્બર, ગુજરાતમાં હવે ગાયોની ચોરી થતી હોવાની ઘટનાઓ સામે આવી રહીં છે. મહત્વની વાત એ છે કે, ગુજરાતમાં ગૌવંશની ચોરીને લઈને પોલીસ વિભાગે એક મહત્વપૂર્ણ અને કડક પગલુ ભર્યું છે. ત્યારે અમદાવાદમાં ગૌવંશની ચોરી કરીને તેને કતલખાને લઈ જવાના પ્રયાસની એક ઘટના સામે આવી છે. જાણવા મળી રહ્યું છે. CCTV કેમેરાની તપાસના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. જાણવા મળી રહ્યું છે કે, તે તમામ આરોપીઓ મુસ્લિમ બાહુલ્ય જુહાપુરા-ફતેવાડી વિસ્તારના હતા.

અમદાવાદના સાણંદ વિસ્તારમાં ગૌવંશ ચોરીના CCTV વાયરલ થયા બાદ ગ્રામ્ય LCBએ 5 આરોપીની ધરપકડ કરી છે. પોલીસે ઝડપેલા તમામ આરોપી જુહાપુરાના હોવાનું સામે આવ્યું છે. આરોપીઓએ ગૌમાંસની માંગ વધુ અને ભાવ વધુ હોવાથી ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. રાત્રિના અંધકારમાં અબોલ ગૌવંશની ચોરી કરી રહેલા આ મુસ્લિમ શખ્સો સવાર થતાં-થતાં પોલીસ સકંજામાં હતા. જુહાપુરા-ફતેવાડી વિસ્તારમાં રહેતા સમીર મૌમીન, સોહિલ ઘાંચી, સલીમ પઠાણ અને શહેબાઝ પઠાણ નામના શખ્સો મોડી રાત્રે અમદાવાદના સાણંદ વિસ્તારમાં એક ગૌવંશની ચોરી કરીને તેને કારની ડીકીમાં નાખી ચોરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

જાણો સમગ્ર મામલો?

જુહાપુરા-ફતેવાડીના સમીર મૌમીન, સોહિલ ઘાંચી, સલીમ પઠાણ અને શહેબાઝ પઠાણ નામના શખ્સો અમદાવાદમાં આવેલા સાણંદ નજીક વાઘેલા બોર્ડિંગ પાસે ગૌવંશની ચોરી કરી રહ્યા હતા. મોડી રાત્રે અંધારામાં આવીને આ લોકો ગૌવંશને ઉઠાવી જતા અને કતલખાનો મોકલતા હતાં. આ આરોપીઓ ગૌવંશને કતલખાને લઈ જવાનું શરૂ કર્યું હતું. સ્થાનિક પોલીસને ગુનો અંગે જાણકારી મળી અને તુરંત કાર્યવાહી હાથ ધરી દેતા ગાયોને કતલખાને લઈ જતી કારને અટકાવી દેવામાં આવી હતી. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેનો વિડીયો સોશિયલ મીડિયાથી લઈને મીડિયામાં પણ વાયરલ થઈ ગયો હતો.

અમદાવાદ ગ્રામ્ય પોલીસે ઘટનાની જાણ થતાં જ તરત કાર્યવાહી શરૂ કરી દીધી હતી. પોલીસે CCTV સહિતના અનેક પુરાવાઓના આધારે મુસ્લિમ આરોપીઓની ઓળખ કરી હતી અને કાર્યવાહી તે જ કરીને રસ્તા વચ્ચે જ તેમની કારને પણ અટકાવી દીધી હતી. ત્યારબાદ ચારેય મુસ્લિમ આરોપીઓને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધીને કડક કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો..સુરતના તત્કાલિન ટાઉન પ્લાનરની આવક કરતા 56.7 ટકા વધુ સંપત્તિ, ACBએ ગુનો દાખલ કર્યો

Back to top button